Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘નેતાઓની તિજોરી ભરાઈ ને પ્રજા માટે ગટરો ઉભરાઈ’:‘ઉપરથી નીચે સુધી બધા પૈસા ખાવામાં મશગૂલ; ચૂંટણી ટાણે ‘બાપા-બાપા’ ને જીત્યા પછી ‘ટાટા-બાય બાય’, હવે તો ‘પહેલા કામ, પછી જ વોટ’

    8 hours ago

    પાટણ નગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે પાટણના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વોર્ડમાં જ્ઞાતિના જટિલ સમીકરણો અને પાયાની સુવિધાઓનો અભાવ આ વખતે મુખ્ય મુદ્દો બનીને ઉભર્યો છે. આ એવો વોર્ડ છે જ્યાં, સત્તાધારી પક્ષ ભાજપના પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓ વસે છે છતાં અહીંની જનતા ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ને ત્રસ્ત છે. દિગ્ગજ નેતાઓનું નિવાસસ્થાન, છતાં સુવિધાઓ 'રામ ભરોસે' વોર્ડ નંબર 1માં ભાજપના બે પૂર્વ શહેર પ્રમુખ સુરેશ પટેલ અને મનોજ પટેલ તેમજ વર્તમાન મહામંત્રી સંજય પટેલ જેવા કદાવર નેતાઓ રહે છે. ગત ટર્મમાં અહીં ભાજપે ત્રણ અને કોંગ્રેસે એક બેઠક જીતી હતી. આ વખતે પૂર્વ કોર્પોરેટર મનોજ પટેલ ચૂંટણી લડવાના નથી, ત્યારે ભાજપમાંથી જ ટિકિટ મેળવવા માટે 20થી વધુ દાવેદારોએ લાઈન લગાવી છે. પરંતુ, પાયાના પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી ઉમેદવારો માટે પ્રચારમાં જવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે. સ્થાનિકોનો રોષ: "નેતાઓ ફક્ત ચૂંટણીમાં જ દેખાય છે" વોર્ડમાં આવેલા ધનાવાડા, ધાંધલના છાપરા અને કાલિકા મંદિર વિસ્તારમાં વર્ષોથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. નાગરિકોના અવાજમાં તેમની વ્યથા: નિકેશ ઠાકોર (સ્થાનિક રહીશ)એ જણાવ્યું હતું કે, કાળકા બાગ એક સમયે બાળકોથી ધમધમતો હતો, આજે ત્યાં દારૂડિયાઓ અને જુગારીઓનો અડ્ડો છે. બગીચામાં દારૂની બોટલો પડી હોય છે. આ બગીચા માટે 6 કરોડ રૂપિયા પાસ થયા હતા, પણ એ પૈસા લોકોના ખિસ્સામાં ભરાઈ ગયા હોય તેવું લાગે છે. નેતાઓ અને અધિકારીઓ ફક્ત પૈસા ખાવાની જ વાતો કરે છે. બાબુભાઈ પરમાર (ત્રીસેરિયા વિસ્તાર)એ જણાવ્યું હતું કે, ગંદકીની સમસ્યા એક વર્ષથી સતત ચાલુ છે. કોર્પોરેટરો ચૂંટણી આવે ત્યારે જ આંટા મારે છે, બાકી કોઈ દિવસ ડોકાતા નથી. 'આજ કરીએ, કાલ કરીએ' કહીને આશ્વાસન આપીને ચાલ્યા જાય છે. નગરપાલિકાનું ખાતું સાવ રામ ભરોસે ચાલે છે, કોઈ પૂછવા વાળું નથી. લલિતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ચોમાસું આવશે એટલે અમે ડૂબશું. થોડા દિવસ પહેલાં નેતાઓ આવ્યા હતા, હાથમાં કોદાળી પકડાવીને ફોટા પડાવ્યા અને ચાલ્યા ગયા, હજી કામ ચાલુ નથી કર્યું. હવે તો અમારો એક જ મિજાજ છે - પહેલાં રસ્તો અને પાણીના નિકાલની વ્યવસ્થા કરો તો જ વોટ આપીશું, નહિતર વોટ આપવો જ નથી. ગટર અને પીવાના પાણીની વિકટ સમસ્યા વોર્ડમાં માત્ર રસ્તા જ નહીં, પણ પીવાનું શુદ્ધ પાણી મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. 3-4 દિવસે માંડ પાણી આવે છે અને ગટરો ઉભરાવી એ રોજની સમસ્યા છે. ભુગુબેને જણાવ્યું હતું કે, અમે નાનો-મોટો ધંધો કરીને ગુજરાન ચલાવીએ છીએ, પણ દુકાનમાં વરસાદી પાણી ઘુસી જાય છે. ગટર ઉભરાવવાને કારણે છોકરાઓને શાળાએ જવામાં રજા પાડવી પડે છે, તેમનું ભણતર બગડે છે. ત્રણ-ચાર દિવસે પીવાનું પાણી આવે છે, નળવેરો ભરીએ છીએ છતાં આ હાલત છે. વોટ લેવા માટે નેતાઓ 'બાપા-બાપા' કરતા આવે છે, પણ ગરજ સરી જાય એટલે કોઈ ખબર લેતું નથી. કોકિલાબેને જણાવ્યું હતું કે, ગટરનું પાણી સીધું ઘરમાં ભરાય છે. ગંદકીમાં અમારે રાંધવાનું અને ગંદકીમાં જ રહેવાનું? નેતાઓ વોટ લઈને જતાં રહે છે પણ આ નરક જેવી સ્થિતિમાંથી અમને કોઈ બહાર નથી કાઢતું. અમને માત્ર પાણીનો નિકાલ જોઈએ છે. રમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગટર ઉભરાવાને કારણે આંગણવાડીના બાળકોને પણ તકલીફ પડે છે. મરણ પ્રસંગ હોય તો પણ નીકળવું મુશ્કેલ છે. રસ્તાઓ બિસ્માર છે. જે નેતાઓ આવશે તેમને અમે સ્પષ્ટ કહીશું કે કામ થશે તો જ મત મળશે. ધાર્મિક અને પ્રવાસન સ્થળોની અવદશા વિશ્વવિખ્યાત રાણકીવાવ આ વોર્ડની નજીક હોવા છતાં પાલિકા પાસે કોઈ આયોજન નથી. જગતજનની કાલિકા માતાના મંદિર પાસે પણ સ્થિતિ દયનીય છે. અશોકભાઈ વ્યાસ (કાલિકા મંદિર વિસ્તાર)એ જણાવ્યું હતું કે, મંદિર અને વાઘેરીવાસ વચ્ચેનો હેરીટેજ રોડ સામાન્ય વરસાદમાં પણ તળાવ બની જાય છે. અધિકારીઓ અને નેતાઓ આ જ પાણીમાંથી પસાર થાય છે, છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. કલેક્ટર અને ચીફ ઓફિસરને અનેક અરજીઓ આપી, પણ પરિણામ શૂન્ય છે. વોર્ડ નંબર 1ના 9627 મતદારો આ વખતે પરિવર્તન અથવા કડક અમલવારીના મૂડમાં છે. પાટીદાર, ઠાકોર અને મુસ્લિમ સમાજ સહિતના જ્ઞાતિ સમીકરણો વચ્ચે અસંતોષનો આ સૂર કયા પક્ષને નુકસાન પહોંચાડશે તે જોવું રહ્યું. 'પહેલા કામ અને પછી વોટ'નો ગુંજતો આ અવાજ સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કહ્યું- આસામમાં NDA હેટ્રિક કરશે:કોંગ્રેસ પાસે લાંબા ગાળાનું વિઝન નથી, તે હારની સદી ફટકારશે
    Next Article
    High alert in Chandigarh after schools, mayor’s office and UT secretariat get bomb threats

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment