Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિન હાઈવે પર હિટ એન્ડ રન, યુવતીનું મોત:ત્રિપલ સવાર બાઈકને ટ્રકે ટક્કર મારી; પરિવારના અન્ય બે સભ્યને ગંભીર ઈજાઓ

    9 hours ago

    શહેરના સચિન વિસ્તારમાં રવિવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સચિનના વાંજ ગામ પાસેથી એક જ બાઈક પર સવાર થઈને પરિવારના ત્રણ સભ્ય પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી બેફામ ગતિએ આવી રહેલી એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રકચાલકે કાબૂ ગુમાવતા બાઈક સવારો રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. ટક્કર માર્યા બાદ પણ ટ્રકચાલક વાહન રોકવાને બદલે ઝડપ વધારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. 23 વર્ષીય લક્ષ્મીનું ઘટનાસ્થળે મોત, માતાની હાલત ગંભીર આ અકસ્માતમાં બાઈક પર સવાર 23 વર્ષીય લક્ષ્મી રમેશભાઈ રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતક યુવતીની માતા હંસાબેન અને પરિવારના અન્ય એક સભ્યને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તુરંત એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યાં હતાં. ફરાર ટ્રકચાલક વિરુદ્ધ સચિન પોલીસે ગુનો નોંધ્યો ઘટનાની જાણ થતા જ સચિન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક લક્ષ્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સ્થળના પંચનામાની કામગીરી પૂર્ણ કરી ફરાર ટ્રકચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા હાઈવે પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. હાઈવે પર વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર'થી બધાને બળતરા તો થઈ છે':ઝાકિર ખાને બોલિવૂડ પર કટાક્ષ કર્યો; કહ્યું- બોમ્બ લ્યારીમાં ફૂટ્યો, પણ ધુમાડો બાંદ્રાથી જુહુ સુધી ઉડ્યો
    Next Article
    Why US Military Destroyed Own Plane During Pilot Rescue Op In Iran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment