Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિયરમાં છઠ્ઠા માળેથી કૂદીને પરિણીતાનો આપઘાત:પતિ અવારનવાર હેરાન કરી ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો, અમદાવાદમાં પતિ સામે ગુનો નોંધાયો

    10 hours ago

    અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ પતિના ત્રાસથી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. યુવતીના લગ્નના 15 વર્ષ થયા છતાં પતિ અવારનવાર હેરાન કરી ત્રાસ આપતી હતો. યુવતીનો પતિ યુવતીને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો જેથી યુવતીએ માનસિક રીતે કંટાળીને પિયરમાં આવી છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યો છે. આ અંગે વાડજ પોલીસે યુવતીના પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પિયરમાં છઠ્ઠા માળેથી કુદીને પરિણીતાનો આપઘાત નવા વાડજમાં રહેતા દિપક શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેની બહેન આશાના 15 વર્ષ અગાઉ વિપુલ શર્મા નામના ચિતોડગઢના યુવક સાથે લગ્ન થયા હતા.બંનેને એક બાળક પણ છે.20 માર્ચના રોજ દીપક કામ પર હતો ત્યારે તેને તેની પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું હતું તે આશા કૂદી ગઈ છે તેથી તમે જલ્દી ઘરે આવો.દીપક ઘરે આવવા નીકળ્યો ત્યારે તેને જાણ થઇ કે તેની બહેન આશાને સારવાર માટે રાણીપની ત્રિશા હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. દીપક ત્રિશા હોસ્પિટલ પહોંચ્યો હતો.હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશાનું મોત થયું હતું. પતિ ડિવોર્સની ધમકી આપતો હતો દિપકએ ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ આશાના 15 વર્ષ અગાઉ ચિત્તોડગઢમાં રહેતા વિપુલ શર્મા સાથે લગ્ન થયા હતા.નવેમ્બર 2025માં આશાના સાસુએ આશાની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે તમે આશાને લઈ જાવ.જેથી આશાના માતા તેને લઈને અમદાવાદ આવ્યા હતા.આશા પરત આવી ત્યારે તેની માનસિક સ્થિતિ સારી નહોતી જેથી વસ્ત્રાપુર ખાતે માનસિક સારવાર ચાલી રહી હતી.આશા જ્યારે પિયરમાં આવી ત્યારે આશાએ પરિવારની હાજરીમાં જણાવ્યું હતું કે લગ્નના ચાર પાંચ દિવસ બાદથી વિપુલે માનસિક ટોર્ચર કરવાનું શરૂ કર્યું છે.આશાની સારવાર ચાલુ હતી ત્યારે પણ વિપુલ આશાને ફોન કરીને માનસિક રીતે ત્રાસ આપતો હતો અને ડિવોર્સ આપવાની ધમકી પણ આપતો હતો. ‘મને યોગ્ય લાગશે તો જ સાથે રાખીશ નહીંતર ડિવોર્સ આપી દઇશ’ 13 ફેબ્રુઆરીના રોજ આશાને મળવા વિપુલ અમદાવાદ આવ્યો હતો ત્યારે વિપુલ ગુસ્સે થઈ ગયો હતો,વિપુલે આશા અને પરિવારને ધમકી આપી હતી કે હું આશાને લઈ જઈશ તો એક જ શરત ઉપર લઈ જઈશ,હું તેને મારી સાથે એક વર્ષ સુધી રાખીશ અને મને યોગ્ય લાગશે તો સાથે રાખીશ નહીં તો ડિવોર્સ આપી દઈશ.આશાના આપઘાતના એક દિવસ પહેલા પણ વિપુલે આશાને ફોન કરીને માનસિક ત્રાસ આપી ડિવોર્સની ધમકી આપી હતી.જે બાબતે લાગી આવતા આશાએ નવા વાડજના મંગલા ગૌરી રેસીડેન્સીમાં છઠ્ઠા માટેથી કુદીને આપઘાત કર્યો હતો.આ સમગ્ર મામલે વાડજ પોલીસે વિપુલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રેરક કથા: સંતની રાજાને શીખ:સાચી ખુશી અને શાંતિ બાહ્ય વસ્તુઓમાં નથી, ઇચ્છાઓ અને અહંકાર છોડ્યા પછી મળે છે
    Next Article
    વન્યજીવો માટે સ્પેશિયલ કૂલિંગ વ્યવસ્થા:ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને કાળઝાળ ગરમી-લૂથી બચાવવા મીટકુલ્ફી અને પાંજરામાં કૂલર ફોગર્સની સુવિધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment