Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને ગ્લોબલ સપ્લાય ઠપ કરવાની ધમકી આપી:કહ્યું- જો અમારા પર હુમલા વધશે તો અમે અન્ય દરિયાઈ માર્ગોને પણ ટાર્ગેટ કરીશું

    18 hours ago

    ઈરાને ધમકી આપી છે કે જો અમેરિકા અને ઇઝરાયલના હુમલા વધશે તો તે ગ્લોબલ સપ્લાય ચેઇનને ઠપ્પ કરી દેશે. તેણે કહ્યું છે કે તે હોર્મુઝ સિવાયના અન્ય દરિયાઈ માર્ગોને પણ નિશાન બનાવી શકે છે. ઈરાની સુપ્રીમ લીડરના સલાહકાર અલી અકબર વેલાયતીએ કહ્યું કે કોઈપણ મોટી કાર્યવાહીનો જવાબ ફક્ત સૈન્ય સ્તરે જ નહીં, પરંતુ વૈશ્વિક ઊર્જા અને વેપાર પર અસર કરીને આપવામાં આવશે. તેમણે કહ્યું કે માત્ર હોર્મુઝની સામુદ્રધુની જ નહીં, પરંતુ બાબ-અલ-મંદેબ જેવા મહત્વના દરિયાઈ માર્ગો પણ ખતરામાં આવી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનું અલ્ટીમેટમ આપ્યું છે અને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. આ પહેલાં ઈરાનના નજીકના મનાતા યમનના હુતી વિદ્રોહીઓ રેડ સીમાં જહાજો પર હુમલા કરવાની વાત કહી ચૂક્યા છે. ટ્રમ્પે ઈરાનને નરક જેવી સ્થિતિમાં પહોંચાડવાની ધમકી આપી ટ્રમ્પે ઈરાનને બાસ્ટર્ડ કહેતા હોર્મુઝ સ્ટ્રેટ ન ખોલવા પર મોટો હુમલો કરવાની ધમકી આપી. તેમણે કહ્યું કે જો ઈરાને હોર્મુઝ નહીં ખોલ્યું તો તેઓ તેને નરક બનાવી દેશે. આ સાથે તેમણે ઈરાનમાં પાવર પ્લાન્ટ અને પુલો પર હુમલો કરવાની વાત કહી. ટ્રમ્પે રવિવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઈરાનમાં મંગળવારે પાવર પ્લાન્ટ ડે અને બ્રિજ ડે એક સાથે હશે એટલે કે હુમલો થશે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દે, નહીં તો નરક જેવી સ્થિતિમાં પહોંચી જશે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    કાન્યે વેસ્ટે 'ફરતી પૃથ્વી'ના સ્ટેજ પર પરફોર્મ કર્યું:ચાર વર્ષ પછી અમેરિકન રેપરનો કોન્સર્ટ યોજાયો, આવતા મહિને દિલ્હીમાં પરફોર્મ કરશે
    Next Article
    NW-48 પ્રોજેક્ટને સાકાર કરવા માટે કવાયત તેજ બની:કચ્છથી રાજસ્થાન સુધીના નેશનલ વોટરવે માટે કવાયત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment