Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર નિદ્રામાં:‘રોડ ટુ હેવન’ પર ડ્રોનથી સુરખાબ ત્રસ્ત, ખડીરમાં ફોસિલ ધ્વસ્ત!

    11 hours ago

    કચ્છના સરહદી વિસ્તારમાં સુરક્ષા અને પર્યાવરણની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ડ્રોન દ્વારા શૂટિંગ કરવા માટે પોલીસ અને સંબંધિત વિભાગોની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. તેમ છતાં, ‘રોડ ટુ હેવન’ વિસ્તારમાં ફરી એકવાર ડ્રોન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં હજારોની સંખ્યામાં આવેલા ફ્લેમિંગો પક્ષીઓ ઉપરથી ડ્રોન ઉડાડીને શૂટિંગ કરવામાં આવ્યું છે. પક્ષીવિદનાં જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હાલ અંદાજે 50 થી 60 હજાર જેટલા ફ્લેમિંગો પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. માનવ વસાહતથી દૂર રહેવા ટેવાયેલા ફ્લેમિંગો હાલ વાહનવ્યવહાર ઓછો હોવાથી પક્ષીઓ નિર્ભય રીતે રોડ નજીકના પાણી વિસ્તારમાં જોવા મળે છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરંતુ આ જ સંવેદનશીલ પરિસ્થિતિમાં ડ્રોન ઉડાડવું કાયદેસર ગુનો ગણાય છે. ડ્રોનના અવાજ અને તેની હરકતો પક્ષીઓની શાંતિ ભંગ કરી શકે છે અને તેમના કુદરતી વ્યવહાર પર નકારાત્મક અસર પાડી શકે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ વિસ્તારમાં ડ્રોન શૂટિંગ પર પ્રતિબંધ હોવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. રેન્જ અધિકારીએ જણાવ્યું હતું કે મામલે તપાસ કરાશે અને જો નિયમોનો ભંગ થયો હશે તો જવાબદાર સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. અનુકૂળ વાતાવરણ હોતા રણમાં રોકાઈ ગયા સુરખાબ માર્ચ મહિનો શરૂ થતા જ સામાન્ય રીતે વિદેશી પક્ષીઓ પોતાના વતન તરફ પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે કચ્છના વિશ્વપ્રસિદ્ધ રોડ ટુ હેવન વિસ્તારમાં જુદી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. મોડા વરસાદને કારણે રણના નીચાણવાળા વિસ્તારોમાં હજી પાણી ભરપૂર છે અને પક્ષીઓ માટે પૂરતું ખોરાક ઉપલબ્ધ છે. માર્ચના તાપ વચ્ચે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા અનુકૂળ વાતાવરણ જળવાયું છે. જાણકારોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિને કારણે ઘણા પક્ષીઓએ સ્થળાંતર મુલતવી રાખ્યું છે, જેના કારણે પ્રવાસીઓ માટે આકર્ષક દ્રશ્યો ઉભા થયા છે. ધોળાવીરા વુડ ફોસિલ પાર્કની દયનીય સ્થિતિ ધોળાવીરામાં આવેલા વુડ ફોસિલ પાર્કની હાલત હાલ અત્યંત કફોડી છે. કરોડો વર્ષ જૂના અશ્મિઓના જતનને બદલે અહીં ગંદકી અને અરાજકતાનું સામ્રાજ્ય છે. ગુજરાત ટૂરિઝમ વિભાગ હસ્તક આવતા આ મહત્વના પ્રવાસન સ્થળની દયનીય સ્થિતિથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અહીં સુરક્ષા માટે હાલમાં કોઈ જવાબદાર વ્યક્તિ કે સિક્યુરિટી ગાર્ડ હાજર નથી. ફેન્સિંગ ઠેર-ઠેરથી તૂટી ગયું છે, જેથી કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકે છે. પ્રવાસીઓને માર્ગદર્શન આપવા માટે લગાવેલા બોર્ડ નીચે પડી ગયા છે. પરિસરમાં દારૂની ખાલી બોટલો, પ્લાસ્ટિકના કચરા અને પાણીની બોટલોનો ખડકલો જોવા મળી રહ્યો છે. ભાસ્કર નોલેજ: જુરાસિક યુગના અશ્મિઓ અહીં આવેલા છે ધોળાવીરા કરોડો વર્ષ જૂના કુદરતી ઇતિહાસ માટે પણ જાણીતું છે. અહીં આવેલ વુડ ફોસિલ પાર્ક પ્રવાસીઓ માટે અદભૂત સ્થળ છે. અહીં જોવા મળતા લાકડાના અશ્મિઓ આશરે 17 થી 18 કરોડ વર્ષ જૂના હોવાનું મનાય છે. આ અશ્મિઓ જુરાસિક કાળના છે, જ્યારે પૃથ્વી પર ડાયનાસોરનું અસ્તિત્વ હતું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, કરોડો વર્ષો પહેલાં ભૌગોલિક ફેરફારોને કારણે વૃક્ષો જમીનમાં દટાઈ ગયા હતા. ઓક્સિજનના અભાવે લાકડું સડવાને બદલે તેમાં રહેલા કાર્બનિક તત્વોની જગ્યા ખનિજોએ લઈ લીધી, જેને કારણે લાકડું પથ્થર બની ગયું પણ તેનો આકાર અને રેખાઓ અકબંધ રહી. પાર્કમાં પથ્થર બની ગયેલા મોટા લાકડાના થડ રાખવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:બંને હાથ ગુમાવવા છતાં બુલંદ હોંસલાથી ખેતી કરતા નરાના 54 વર્ષીય શીખ ખેડૂત
    Next Article
    સટ્ટા રેકેટનો પર્દાફાશ કરાયો:માધાપરમાં મુંબઈ અને દિલ્હીની IPL મેચ પર સટ્ટો રમતા ત્રણ બુકીને ઝડપી લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment