Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને કરિયર માટે સુવર્ણ દિવસ, નવા સંપર્કોથી વૃશ્ચિક જાતકોને આર્થિક લાભ થશે

    15 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 06 એપ્રિલ 2026, સોમવારના રોજ ચૈત્ર વદ ચોથ/પાંચમ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃશ્ચિક છે. રાહુકાળ સવારે 08:03થી 09:36 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- સુખદ ગ્રહ સ્થિતિ બની રહી છે. જે કામ છેલ્લા ઘણા સમયથી અટકેલા હતા, તે આજે અલ્પ પ્રયત્નથી જ સફળ થઈ શકે છે. અભ્યાસ કરતા યુવાનોને તેમના ભણતર સંબંધિત ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળી જશે. નેગેટિવ- કેટલાક પડકારો પણ રહેશે. શાંત ચિત્તે સમસ્યાનો ઉકેલ શોધો. સાથે જ વરિષ્ઠ સભ્યોની સલાહ પર પણ ચોક્કસ ધ્યાન આપો. આજે પ્રોપર્ટી અથવા વાહન સંબંધિત કોઈ પણ કાર્યને સ્થગિત રાખો, કારણ કે આ સમયે ગ્રહ ગોચર આ કાર્યો માટે પક્ષમાં નથી. વ્યવસાય- વેપારમાં આ સમયે ખૂબ જ પ્રયત્નશીલ અને સચેત રહેવાની જરૂર છે. જોકે, ચોક્કસપણે સફળતા મળશે. જનસંપર્કને વધુ વિસ્તૃત કરો. અટકેલી પેમેન્ટ આવવાથી આર્થિક મુશ્કેલીઓ ઉકેલાશે. ઓફિસના કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પૂરો કરવામાં સફળ રહેશો. લવ- દાંપત્ય જીવન સુખદ અને ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મર્યાદા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય- તમારા ખાનપાન અને દિનચર્યા પ્રત્યે બેદરકારી બિલકુલ ન રાખો. તેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. યોગ, કસરત વગેરેને પણ તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો. લકી કલર- લાલ લકી નંબર- 9 પોઝિટિવ- કોઈ કામમાં સફળતા ન મળે, તો ચિંતિત થવાને બદલે ફરીથી પ્રયાસ કરવાનો સંકલ્પ તમને સફળ બનાવશે. સમજદારીથી કરેલું ધનનું રોકાણ તમારા માટે ફાયદાકારક રહેશે. આ સમયે લેવાયેલો કોઈ પણ ખાસ નિર્ણય ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થશે. નેગેટિવ- અચાનક જ કેટલાક ખર્ચ વધી શકે છે અને તેમાં ઘટાડો કરવો પણ શક્ય નહીં હોય. પડોશીઓ સાથે તાલમેલ થોડો નબળો રહેશે. તમારા સ્વભાવમાં થોડી નરમાશ અને સહજતા રાખવી અતિ આવશ્યક છે. બીજાને સલાહ આપવાને બદલે તમારા પોતાના વ્યવહારનું અવલોકન કરો. વ્યવસાય- વેપારમાં કોઈ સારો ઓર્ડર લેવામાં અથવા ડીલ કરવામાં તમે સફળ રહેશો. સંચાર માધ્યમોના ઉપયોગથી પણ કેટલીક ખાસ જાણકારીઓ મળી શકે છે. પરંતુ આસપાસના વેપારીઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં સફળતા મેળવવા માટે વધુ મહેનતની પણ જરૂર છે. લવ- વૈવાહિક સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજ દૂર થશે તથા સંબંધોમાં મધુરતા આવશે. પ્રેમી સાથે મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય- અતિશય કામને કારણે પગમાં સોજા અને દુખાવાની સમસ્યા રહેશે. વધુ સારું રહેશે કે સમયાંતરે આરામ પણ લેતા રહો. લકી કલર- લીલો લકી નંબર- 8 પોઝિટિવ- આજે મહત્તમ સમય ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પસાર થશે, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. જો કોઈ સરકારી કામ અટકેલું હોય તો આજે તેના પર ચોક્કસ ધ્યાન આપો, સફળતા મળશે. યુવાનોને તેમના પ્રયત્નોના યોગ્ય પરિણામ મળશે. નેગેટિવ- કોઈ નજીકના સંબંધી અથવા પડોશી સાથે સંબંધ બગડી શકે છે. વધુ સારું રહેશે કે બિનજરૂરી પ્રવૃત્તિઓમાં પોતાનું ધ્યાન જ ન લગાવો. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પોતાની છબી ઉત્તમ જાળવી રાખવી અતિ આવશ્યક છે. વ્યવસાય- મહિલા વર્ગ પોતાના વેપાર પ્રત્યે વિશેષ રૂપે જાગૃત રહેશે અને સારા પરિણામો પણ હાંસલ કરશે. કોઈ અપરિચિત વ્યક્તિ સાથે વેપાર સંબંધિત પ્રવૃત્તિઓ શેર ન કરો. આ સમયે પબ્લિક રિલેશન તથા મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓમાં લાભદાયક સ્થિતિ બની રહી છે. આર્થિક મુશ્કેલીઓમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. લવ- પારિવારિક જીવન વ્યવસ્થિત રહેશે. કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ પણ બની શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઠીક રહેશે. પરંતુ વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓને કારણે બેદરકારી બિલકુલ ન રાખો. લકી કલર- બદામી લકી નંબર- 7 પોઝિટિવ- દિવસ સુખદ રહેશે. પરિવારજનોના સહયોગથી તમારા અટકેલા કામ પૂરા થશે. સામાજિક જીવનમાં માન-સન્માન પણ વધશે. બીજાની લાગણીઓનું સન્માન કરવાથી લોકોનો તમારા પ્રત્યે વિશ્વાસ વધશે. વિદેશ જવા માટે પ્રયત્ન કરી રહેલા લોકોને કોઈ આશાનું કિરણ દેખાશે. નેગેટિવ- કોઈ સરકારી મામલો વધુ ગૂંચવાઈ શકે છે. તેથી સાવધાની રાખવી જરૂરી છે. કોઈ બહારની વ્યક્તિ સાથે મુલાકાત કરતી વખતે તમારી કોઈ પણ ગુપ્ત વાત જાહેર ન કરો. સાથે જ બહારની વ્યક્તિઓનો હસ્તક્ષેપ પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વ્યવસાય- તમારા વેપાર સાથે સંબંધિત અનુભવને વધુ વધારો. પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ ડીલ કરતી વખતે કાગળો વગેરે સારી રીતે તપાસી લો. માર્કેટિંગ સંબંધિત કાર્યોને અત્યારે સ્થગિત રાખવા યોગ્ય છે, કારણ કે કોઈ ફાયદો થશે નહીં. લવ- પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીમાં સુધારો આવશે. તમે તમારી જાતને સ્વસ્થ અનુભવશો. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- આજે દિવસભર ઘણા પ્રકારના ફેરફાર થશે, જે તમારા પક્ષમાં જ રહેશે. વિદ્યાર્થીઓ તથા યુવાનોને ઇન્ટરવ્યુ અને કરિયર સંબંધિત પરીક્ષામાં સફળતા મળવાની પૂરી સંભાવના છે. જો કોઈ સંપત્તિ ખરીદવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તો આજે તેમાં ગતિ આવશે. નેગેટિવ- બહારની તથા અપરિચિત વ્યક્તિઓ સમક્ષ તમારી ગુપ્ત વાતો જાહેર ન કરો, નહીંતર તમે મુસીબતમાં પડી શકો છો. તમારી વસ્તુઓને સાચવીને રાખો, કારણ કે ખોવાઈ જવાની કે ચોરી થવાના યોગ બની રહ્યા છે. લાગણીઓમાં વહીને કોઈ નિર્ણય ન લો તથા વર્તમાન સ્થિતિ પર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. વ્યવસાય- વેપારના સ્થળ પર અતિશય શિસ્ત અને રોકટોક રાખવાથી સહયોગીઓ અને કર્મચારીઓની કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. મશીનરી વગેરે સાથે જોડાયેલા વેપારમાં લાભદાયક કરારો પ્રાપ્ત થશે. ઓફિસમાં કોઈ ઉચ્ચ અધિકારી સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. લવ- ઘરના વાતાવરણને વ્યવસ્થિત કરવામાં તમારું યોગદાન જરૂરી છે. પ્રેમ પ્રસંગોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય- ઈજા થવાની આશંકા છે. અતિશય સાવધાની રાખો. વાહન સાવધાનીપૂર્વક ચલાવો. લકી કલર- સફેદ લકી નંબર- 2 પોઝિટિવ- આજે તમે તમારી અંદર એક અદભૂત ઉત્સાહ અને ઊર્જા અનુભવશો. તમને કોઈ મહત્વપૂર્ણ તકની પ્રાપ્તિ થશે, જેનો તમે પૂરેપૂરો લાભ ઉઠાવવામાં સક્ષમ રહેશો. ઘણા સમયથી કોઈ અટકેલા પૈસા પણ આજે મળવાની સંભાવના છે. નેગેટિવ- કોઈ મિત્ર અથવા સંબંધી દ્વારા કોઈ અશુભ સમાચાર મળવાની આશંકા છે, જેના કારણે મન પરેશાન રહેશે. કોઈ પણ નિર્ણય ઉતાવળ તથા ભાવુકતામાં ન લો. મિત્રો તથા સંબંધીઓનું તમારા કાર્યોમાં ખામીઓ શોધવી તમારી કાર્યપ્રણાલીમાં અવરોધ ઊભો કરી શકે છે. વ્યવસાય- વેપારલક્ષી પ્રવૃત્તિઓ સુચારૂ રીતે ચાલતી રહેશે. કોઈ પણ મુશ્કેલીમાં ઘરના વડીલ તથા અનુભવી વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શનથી તમને કોઈ નવી દિશા પ્રાપ્ત થઈ શકે છે. સરકારી નોકરી કરતા લોકો અતિશય કાર્યભારને કારણે થોડા પરેશાન થઈ શકે છે. લવ- પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. યુવા વર્ગને મનપસંદ કોઈ મિત્ર મળવાથી ખુશી અનુભવાશે. સ્વાસ્થ્ય- ગળામાં ઇન્ફેક્શન તથા શરદી- ઉધરસ જેવી પરેશાની રહી શકે છે. બેદરકારી બિલકુલ ન રાખો. લકી કલર- બ્લૂ લકી નંબર- 7 પોઝિટિવ- ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી ખુશીનું વાતાવરણ રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ સંબંધિત વસ્તુઓ માટે ખરીદી વગેરે પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓની ભણતર અને કરિયર સંબંધિત કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી તણાવમુક્ત અનુભવશો. નેગેટિવ- ખોટા કાર્યો તથા મિત્રો પ્રત્યે ઝુકાવ હોવો તમારી માનહાનિ કરી શકે છે. ખાસ કરીને યુવાનોએ આ બાબતે સજાગ રહેવું ખૂબ જરૂરી છે. ઘરના કોઈ સભ્યના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. વિવેક અને સૂઝબૂઝથી નિર્ણય લો. વ્યવસાય- વેપારમાં વ્યવસ્થાને વધુ સારી કરવાની જરૂર છે. આ સમયે નફાની સ્થિતિ સામાન્ય જ રહેશે, પરંતુ જલ્દી જ સ્થિતિમાં પરિવર્તનની સંભાવના છે. સરકારી નોકરી કરતા વ્યક્તિઓએ પબ્લિક ડીલિંગ સંબંધિત કાર્યો સાવધાનીથી કરવા. માનહાનિની સ્થિતિ બની શકે છે. લવ- પરિવારજનો વચ્ચે પરસ્પર સંબંધોમાં મધુરતા વધશે. પ્રેમ પ્રસંગોના મામલામાં કેટલીક મુશ્કેલીઓ આવશે. સ્વાસ્થ્ય- કામ વધુ કરવાને કારણે માથામાં ભારેપણું અને થાક અનુભવાશે. આરામ અને શાંતિનું પણ ધ્યાન રાખો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- નવા સંપર્કો સ્થાપિત થશે. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આશાસ્પદ સફળતા મળશે. સંતાન પ્રત્યેની તમારી જવાબદારી પૂરી કરવામાં સક્ષમ રહેશો. થોડો સમય આધ્યાત્મિક અથવા એકાંત સ્થળે વિતાવવાથી શાંતિ મળશે. નેગેટિવ- વિદ્યાર્થીઓએ ભણતર પ્રત્યે વધુ ગંભીર થવાની જરૂર છે. જો પરિવારમાં મનદુઃખની સ્થિતિ ચાલી રહી હોય, તો વડીલોના માર્ગદર્શનથી સંબંધોને બગડતા બચાવો. તમારા પર વધારાનો કાર્યભાર ન લો, અન્ય લોકો સાથે પણ કામ વહેંચતા શીખો. વ્યવસાય- વેપાર સંબંધિત નવો કરાર પ્રાપ્ત થશે, જે ખૂબ જ લાભદાયક રહેશે. મીડિયા અને સર્જનાત્મક બિઝનેસ સાથે જોડાયેલા લોકો કોઈ શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરશે. સરકારી ટેન્ડર અથવા સરકારી સંસ્થાઓ સંબંધિત કોન્ટ્રાક્ટ પણ મળી શકે છે. ઓફિસમાં ટીમ વર્ક બનાવીને કાર્ય કરવું યોગ્ય રહેશે. લવ- વ્યસ્તતા હોવા છતાં તમે ઘર-પરિવારને પ્રાથમિકતા આપશો. થોડો સમય પરિવાર સાથે શોપિંગ, ડિનર જેવી પ્રવૃત્તિઓમાં પસાર થશે. પ્રેમના મામલામાં થોડી નિષ્ફળતા રહી શકે છે. સ્વાસ્થ્ય- શારીરિક અને માનસિક થાક લાગી શકે છે. પોતાને વ્યસ્ત રાખો તથા નકારાત્મક ન વિચારો. લકી કલર- સફેદ લકી નંબર- 1 પોઝિટિવ- આજે તમારું કોઈ ખાસ કામ થવાથી ફાયદો થશે. તેનાથી તમને ઘણી હદ સુધી માનસિક શાંતિ મળશે. તમારા વ્યક્તિત્વ અને સ્વભાવને કારણે લોકો સહજતાથી તમારી તરફ આકર્ષિત થશે. જો ઘર બદલવા સંબંધિત કોઈ યોજના બનાવી રહ્યા હોવ, તો આજે તેના પર અમલ કરવાનો યોગ્ય સમય છે. નેગેટિવ- વધુ ક્રોધ અને ઉતાવળને કારણે કોઈ કામ બગડી શકે છે. તમારી ઊર્જાને સકારાત્મક બનાવી રાખો. કેટલીક જૂની નકારાત્મક વાતો ઉખેડવાથી કોઈ નજીકના સંબંધી સાથે સંબંધ બગડી શકે છે. તેથી તમારા વિચારો પર મનન કરતા રહો. વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. વ્યવસાય- આ સમયે વેપાર સંબંધિત પ્રવૃત્તિઓ થોડી મધ્યમ જ રહેશે તથા આર્થિક સ્થિતિ પણ થોડી નબળી રહેશે. જો તમારી યોજના અને કાર્યપ્રણાલી તમારા સુધી જ સીમિત રાખો તો વધુ યોગ્ય રહેશે. ઓફિસમાં કોઈ સહયોગી સાથે ચાલી રહેલા વિવાદો સમાપ્ત થશે. સંબંધો મધુર બનશે. લવ- વૈવાહિક સંબંધો મધુર રહેશે. યુવાનોનો પ્રેમ સંબંધો પ્રત્યે ભાવનાત્મક લાગણી વધશે. સ્વાસ્થ્ય- શરદી-ઉધરસ અને ગળાને લગતી કોઈ પણ પરેશાનીને અવગણશો નહીં. બાકી સ્વાસ્થ્ય ઠીક રહેશે. લકી કલર- ગુલાબી લકી નંબર- 6 પોઝિટિવ- પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં થઈ રહી છે, લક્ષ્ય પ્રાપ્તિ માટે સખત મહેનત કરો. કોઈ પણ કાર્ય કરતા પહેલા તેના પર બજેટ ચોક્કસ બનાવો, તો આર્થિક મુશ્કેલીઓથી બચી જશો. નજીકના સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. વ્યસ્તતા હોવા છતાં પરિવારજનો સાથે મનોરંજક પ્રોગ્રામ બનાવી લેશો. નેગેટિવ- જો પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ હોય, તો કોઈની મધ્યસ્થીથી ઉકેલવાનો પ્રયાસ કરો. ધ્યાન રાખો કે બેદરકારીને કારણે કોઈ લાભદાયક તક હાથમાંથી નીકળી શકે છે. યુવા વર્ગ પોતાના કરિયરને લઈને થોડો મૂંઝવણમાં રહેશે. વ્યવસાય- વ્યાવસાયિક બાબતોમાં તમામ નિર્ણય જાતે જ લો. આંતરિક વ્યવસ્થાને પણ વધુ વ્યવસ્થિત કરવાની જરૂર છે. જો કોઈ કોર્ટ સંબંધિત મામલો ચાલી રહ્યો હોય, તો આજે તેના ઉકેલાવાની પૂરી આશા છે. સરકારી ઓફિસમાં કોઈ પ્રકારનું રાજકારણ ચાલી શકે છે. લવ- ઘર-પરિવારમાં યોગ્ય વ્યવસ્થા અને તાલમેલ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની લાગણીઓનું સન્માન કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય- વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી નુકસાનકારક હોઈ શકે છે. પડવાની અથવા ઈજા થવાની પણ આશંકા છે. લકી કલર- જાંબલી લકી નંબર- 4 પોઝિટિવ- તમારી વાકપટુતા તથા વ્યવહાર કુશળતા જેવા ગુણોથી તમને તમારા આર્થિક અને વ્યાવસાયિક મામલાઓમાં સફળતા મળશે. પારિવારિક સુખ-સુવિધાઓ સંબંધિત ઓનલાઇન શોપિંગમાં પણ ખુશનુમા સમય પસાર થશે. કોઈ લાભદાયક નજીકની મુસાફરી પણ શક્ય છે. નેગેટિવ- આ સમય તમારા અને પારિવારિક કાર્યો પર ધ્યાન આપવાનો છે. બહારની પ્રવૃત્તિઓમાં વધુ સમય પસાર ન કરો. ઓનલાઇન પ્રવૃત્તિઓની વધુમાં વધુ જાણકારી મેળવવી જરૂરી છે, કારણ કે વર્તમાન પરિવેશમાં પણ બદલાવ આવ્યો છે. વ્યવસાય- વેપારમાં તરત જ કોઈ નિર્ણય લેવો પડી શકે છે. આ સમયે કોઈ પણ કામ પેન્ડિંગ ન રહેવા દો. પરંતુ અત્યારે વેપાર પર વધુ પૈસા લગાવવા માટે સમય અનુકૂળ નથી. નોકરીયાત લોકોએ પોતાના પર કાર્યભાર વધુ હોવાને કારણે ઓવર ટાઇમ કરવો પડશે. લવ- ઘરની સુખ-સુવિધા સંબંધિત વસ્તુઓની ખરીદીમાં રસ લેશો. મિત્રો સાથે કોઈ પારિવારિક ગેટ-ટુગેધર પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય- જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો. ઈજા થવાની આશંકા છે. લકી કલર- વાદળી લકી નંબર- 5 પોઝિટિવ- આજે હૃદયને બદલે મગજથી કામ લો. લાગણીઓમાં વહી જઈને તમે તમારું નુકસાન કરી શકો છો. બાળકોના ભવિષ્ય સંબંધિત કેટલીક યોજનાઓ બનશે તથા રોકાણ સંબંધિત કાર્યો પણ સંપન્ન થશે. હિંમત અને સાહસ દ્વારા અશક્ય કાર્યને પણ સરળતાથી શક્ય બનાવી લેશો. નેગેટિવ- પરંતુ બાળકોની પ્રવૃત્તિઓ પર નજર પણ ચોક્કસ રાખો. તેમનું યોગ્ય માર્ગદર્શન કરવું તમારી જવાબદારી છે. કોઈ પણ પ્રકારની મુસાફરીને સ્થગિત રાખો, કારણ કે તેમાં સમય વેડફાવા સિવાય બીજું કંઈ પ્રાપ્ત થશે નહીં. વ્યવસાય- આજે કારોબારમાં તમને કોઈ આશ્ચર્યજનક સિદ્ધિ મળી શકે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથેની મુલાકાત લાભદાયક સાબિત થશે તથા કંઈક નવું શીખવા મળશે. નોકરીયાત વ્યક્તિઓ પોતાના પર થોડું દબાણ અનુભવશે, તેથી ધીરજથી કામ લો. લવ- પરિવાર તથા વેપારમાં યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ઊંડાણ વધશે. સ્વાસ્થ્ય- ભાગદોડને કારણે થાક અને માથાનો દુખાવો રહેશે. થોડો સમય પ્રકૃતિના સાંનિધ્યમાં વિતાવવાથી તાજગી અનુભવાશે. લકી કલર- મોરપીંછ લકી નંબર- 8
    Click here to Read More
    Previous Article
    06 એપ્રિલનું ટેરો રાશિફળ:મિથુન, વૃશ્ચિક અને મીન જાતકોને પ્રમોશનના યોગ, વૃષભ અને મકર જાતકોને રોકાણથી લાભ થશે
    Next Article
    7 મહાનગરપાલિકા માટે કોંગ્રેસના 243 મૂરતિયા જાહેર:રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાને રાજકોટથી અને મધુ શ્રીવાસ્તવની દીકરીને વડોદરાથી ટિકિટ, AAPના વધુ 724 ઉમેદવાર જાહેર

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment