Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ આફ્રિકામાં વડોદરાના ઉદ્યોગકારો માટે સુવર્ણતક:ખાણકામ, ફાર્મા અને પેકેજ્ડ ફૂડ સેક્ટરમાં નિકાસ વધારવા માટે કાઉન્સોલેટ જનરલનું મહત્વનું માર્ગદર્શન

    4 days ago

    વડોદરાના ઉદ્યોગસાહસિકો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારના નવા દ્વાર ખૂલવા જઈ રહ્યા છે. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (BMA) દ્વારા મુંબઈ ખાતેના સાઉથ આફ્રિકાના કાઉન્સોલેટ જનરલ ગિડિયન લબેનની ઉપસ્થિતિમાં એક ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકાના ખાણકામ, ઉત્પાદન અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં રહેલી વિપુલ તકો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોમાં નિકાસની ઉજળી તકો બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ ડો. મુકુંદ પુરોહિતે માહિતી આપતા જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં હાલમાં ઔદ્યોગિક મશીનરી, પંપ, વાલ્વ અને ઇલેક્ટ્રિકલ સાધનોની ભારે માંગ છે. આ ઉપરાંત પેસેન્જર અને વ્યાપારિક વાહનોના માર્કેટમાં પણ ભારતીય ઉદ્યોગકારો માટે મોટું મેદાન છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા હવે કોલસા આધારિત ઉર્જાથી દૂર થઈ રહ્યું હોવાથી સોલર મોડ્યુલ્સ અને EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) સેવાઓ સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે નિકાસના મોટા સ્કોપ છે. કેમિકલ્સ અને ફાર્મા સેક્ટરમાં વર્ચસ્વ ગુજરાત ભારતની કુલ ફાર્મા જરૂરિયાતોમાં 30% યોગદાન આપે છે. આ શક્તિને જોતા દક્ષિણ આફ્રિકામાં જેનરિક દવાઓ અને API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ) ની નિકાસ માટે કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનરશિપની ઉત્તમ તકો છે. તે જ રીતે, ખાણકામ અને કૃષિ ક્ષેત્રમાં વધતી માંગને કારણે એગ્રોકેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સના ઉદ્યોગકારો માટે પણ નવો માર્ગ મોકળો થશે. કુદરતી સંસાધનો અને FMCG ક્ષેત્ર દક્ષિણ આફ્રિકા સોનું, પ્લેટિનમ અને મેંગેનીઝ જેવા ખનિજોનો વિપુલ ભંડાર ધરાવે છે. વડોદરાના ઉદ્યોગકારો લાંબા ગાળાના સપ્લાય એગ્રીમેન્ટ અને સ્ટ્રેટેજિક મિનરલ પાર્ટનરશિપ કરી શકે છે. સાથોસાથ, પેકેજ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને કન્ઝયુમર પ્લાસ્ટિકની વધતી માંગ FMCG નિકાસકારો માટે અમૂલ્ય સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ:ઘોઘાસર્કલ વોર્ડ 13માં LED સ્ક્રીન પર પ્રચારાત્મક વીડિયો ચાલતા કોંગ્રેસના દાવેદારે ચૂંટણી વિભાગમાં લેખિત ફરિયાદ કરી
    Next Article
    Should Petrol/Diesel Be Under GST? War Impact On Crude Raises Big Question

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment