Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રામાયણ' ફિલ્મ પર ચીનના યુઝર્સની પ્રતિક્રિયા:'રામ'ના પાત્ર માટે રણબીર કપૂરને બદલે ટીવીના 'કૃષ્ણ' સૌરભ રાજ જૈનને પરફેક્ટ ગણાવ્યા

    2 days ago

    રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'માં ભગવાન રામનો લુક તાજેતરમાં રીવીલ કરવામાં આવ્યો, જેને ચીનના કથિત ઇન્ટરનેટ યુઝર્સે પસંદ કર્યો છે. આ પ્રતિક્રિયાઓ રેડિટ પર વાયરલ પોસ્ટ દ્વારા સામે આવી છે, જ્યાં લોકોએ વિઝ્યુઅલ્સની પ્રશંસા કરી, પરંતુ ભગવાન રામના રોલ માટે રણબીર કપૂરની જગ્યાએ ટીવી સિરિયલ 'મહાભારત'માં કૃષ્ણ બનેલા સૌરભ રાજ જૈનને વધુ સારો વિકલ્પ ગણાવ્યો. ચીનના યુઝર્સે 'રામાયણ'ની પ્રશંસા કરી હોવાનો દાવો 2 એપ્રિલે રામાયણના ટીઝરને યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રિલીઝ કર્યા પછી દર્શકોની પ્રતિક્રિયાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન રેડિટ પર એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે, ચીનના ઇન્ટરનેટ યુઝર્સ પણ આ ટીઝર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોસ્ટ અનુસાર, એક યુઝરે ફિલ્મના વિઝ્યુઅલ્સની પ્રશંસા કરતા લખ્યું કે, 'તે સસ્તા ફેન્ટેસી ડ્રામાથી અલગ અને વધુ સારી લાગે છે.' જ્યારે બીજા યુઝરે ભારતીય પૌરાણિક ફિલ્મો પર વિશ્વાસ વ્યક્ત કર્યો. સૌરભ રાજ જૈનને વધુ સારા ગણાવવામાં આવ્યા જોકે, ભગવાન રામના પાત્રને લઈને કેટલાક યુઝર્સે અલગ અભિપ્રાય આપ્યો. ઘણા યુઝર્સે લખ્યું કે, ''મહાભારત'માં શ્રીકૃષ્ણનો રોલ ભજવનાર સૌરભ રાજ જૈન આ ભૂમિકા માટે વધુ યોગ્ય હોત.' એક યુઝરે કહ્યું કે, 'આ પાત્ર તેમના માટે જ બન્યું છે.' નોંધનીય છે કે, ચીનમાં રામાયણના ઘણા રૂપાંતરણોને સેક્રેડ લોર્ડ જેવા નામોથી ડબ કરીને રિલીઝ કરવામાં આવ્યા હતા, જેને ત્યાંના દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. સૌરભ રાજ જૈન 2013-2014માં પ્રસારિત 'મહાભારત'માં શ્રીકૃષ્ણ અને 2014ના 'મહાદેવ'માં ભગવાન વિષ્ણુની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ બંને શો ચીનમાં પણ લોકપ્રિય રહ્યા છે, જેના કારણે ત્યાંના દર્શકો તેમને રામના રૂપમાં જોવાનું પસંદ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Middle East War Hits Britain's Fish And Chip Shops
    Next Article
    વલસાડ પોલીસ સ્ટેશનમાં નશામાં ધૂત થઈ લવારા:બે વકીલ સહિત ત્રણ સામે ગુનો, પોલીસે કાયદેસર કાર્યવાહી કરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment