Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૃત દાદાની નકલી સહી: ભત્રીજી સામે છેતરપિંડીની ફરિયાદ.:કાકાએ વલસાડ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો

    5 days ago

    વલસાડ સિટી પોલીસ મથકે એક અનોખી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. એક 19 વર્ષીય યુવતીએ પોતાના મૃત દાદાની ખોટી સહી કરીને તેમની ઇકો કાર પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હોવાનો આક્ષેપ છે. આ મામલે યુવતીના કાકાએ પોતાની ભત્રીજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદકર્તા ભાવેશકુમાર રમણલાલ પટેલ (રહે. ચીખલી, નવસારી) ના પિતા રમણલાલ છનાભાઈ પટેલનું અવસાન ૩૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ થયું હતું. રમણલાલના નામે સફેદ રંગની મારૂતિ ઇકો કાર (નંબર: GJ-21-AQ-8607) હતી. ભાવેશકુમારના મોટાભાઈ સંજયભાઈનું પણ અવસાન થયું છે, અને તેમની દીકરી જીયાબેન સંજયભાઈ પટેલ (ઉ.વ. ૧૯) આ કેસમાં આરોપી છે. ફરિયાદ મુજબ, જીયાબેને તેના દાદા રમણલાલ પટેલના અવસાનની જાણ હોવા છતાં, ૨૧ જૂન ૨૦૨૫ ના રોજ વલસાડ આરટીઓ કચેરી ખાતે કાર ટ્રાન્સફર માટેના TTO ફોર્મ પર દાદાની ખોટી અને બનાવટી સહીઓ કરી હતી. આ નકલી સહીઓને સાચી તરીકે દર્શાવીને આશરે ₹૨ લાખની કિંમતની ઇકો કાર પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી. પરિવારના અન્ય સભ્યોને જાણ કર્યા વગર કાર પોતાના નામે થઈ ગઈ હોવાની શંકા જતાં, ભાવેશકુમારે વલસાડ આરટીઓ કચેરીમાં માહિતી અધિકાર (RTI) હેઠળ વિગતો માંગી હતી. તપાસમાં સામે આવ્યું કે કાર ટ્રાન્સફર માટે જે સહીઓ કરવામાં આવી હતી તે બનાવટી હતી, કારણ કે તે સમયે તેમના પિતા હયાત ન હતા. આ મામલે વલસાડ ટાઉન પોલીસે જીયાબેન સંજયભાઈ પટેલ વિરુદ્ધ કલમ ૩૩૬(૨), ૩૩૬(૩) અને ૩૪૦(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ગરમીનો પારો સ્થિર, બફારો વધશે:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયું વાતાવરણ, હળવા વરસાદની શક્યતા
    Next Article
    સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: હથિયાર પરિવહન પર પ્રતિબંધ:જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી હથિયાર જમા કરાવવા આદેશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment