Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલમાન ખાનની દરિયાદિલી:વિદેશમાં શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની દર્દીને ફોન કરી હિંમત વધારી, ઘરે બોલાવી ખાસ સરપ્રાઇઝ આપી

    5 days ago

    સલમાન ખાન જરૂરિયાતમંદો માટે અવારનવાર કામ કરતો રહે છે. તાજેતરમાં એક મહિલા ચાહકે સલમાન સાથેનો એક કિસ્સો શેર કર્યો, જેણે લોકોને ભાવુક કરી દીધા. જ્યારે આ ચાહક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે સલમાને ન માત્ર તેને હિંમત આપી, પણ તેની સાથે ઊભો પણ રહ્યો. સલમાને ફરી એકવાર પોતાની ઉદારતાથી ચાહકોનું દિલ જીતી લીધું છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પહેલા બે કલાક સુધી કોલ પર હિંમત આપી વાસ્તવમાં, કર્ણાટકની રહેવાસી રીના રાજુ, જે ત્રણ વખત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકી છે, તેમણે RJ સૌજન્યાને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, સર્જરીના બરાબર પહેલા સલમાન ખાને તેને ફોન કર્યો હતો. તે સમયે એક્ટર ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ તેમ છતાં તેણે સમય કાઢીને રીના અને તેમના પરિવાર સાથે લગભગ બે કલાક સુધી વાત કરી. સલમાન ખાને ખાસ પાર્ટી આપી રીનાના મતે, તે તેની પ્રથમ સર્જરી પહેલાં ખૂબ ડરી ગઈ હતી. આવા સમયે સલમાને તેને હિંમત આપી અને ઓપરેશન માટે માનસિક રીતે તૈયાર કરી. તેણે કહ્યું કે, સલમાનનો આ સપોર્ટ તેના માટે મોટો સહારો હતો અને આ જ કારણોસર તે સર્જરીનો સામનો કરી શકી. રીનાએ જણાવ્યું કે, સર્જરી પછી થોડા સમય સુધી તેનો સલમાન સાથે સંપર્ક રહ્યો ન હતો, પરંતુ બે વર્ષ પછી જ્યારે તેણે ફરી મેસેજ કર્યો, ત્યારે એક્ટરે તેને તરત ઓળખી લીધી. આ પછી તેણે તેને પોતાના મુંબઈ સ્થિત ઘરે બોલાવી, જ્યાં તેના માટે એક નાની પાર્ટી પણ રાખવામાં આવી હતી. બંનેએ સાથે સમય વિતાવ્યો, ગીતો ગાયા અને ડાન્સ પણ કર્યો. સલમાન ખાને સાયકલ ગિફ્ટ કરી એટલું જ નહીં, સલમાન ખાને રીનાને પોતાની ફિલ્મ ‘રેસ 3’ના સેટ પર પણ બોલાવી અને તેને બીઇંગ હ્યુમન બ્રાન્ડની એક સાયકલ ગિફ્ટ કરી. ખાસ વાત એ હતી કે સલમાનને યાદ હતું કે, રીનાએ ક્યારેક આ સાયકલની ઈચ્છા વ્યક્ત કરી હતી. રીના આજે પણ સલમાનના સંપર્કમાં છે. જ્યારે પણ તે કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે, ત્યારે એક્ટર તેને પ્રોત્સાહિત કરે છે. આ આખી ઘટના દર્શાવે છે કે સલમાન ખાન માત્ર એક મોટા સ્ટાર જ નહીં, પરંતુ એક સંવેદનશીલ વ્યક્તિ પણ છે, જે પોતાના ચાહકોનું ધ્યાન રાખે છે. જલદી જ ‘માતૃભૂમિ’માં જોવા મળશે સલમાન ખાન સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટાઇટલ પહેલાં 'બેટલ ઑફ ગલવાન' રાખવામાં આવ્યું હતું. જોકે, કેટલાક લોકોના વાંધા પછી વિવાદ ટાળવા માટે ફિલ્મનું ટાઇટલ 'માતૃભૂમિ' કરી દેવામાં આવ્યું છે. હાલમાં તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. ઉપરાંત, સલમાન ખાન સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા સાથે એક અનટાઈટલ્ડ ફિલ્મ પણ શરૂ કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    The Mama of ‘Hate’: Decoding Himanta’s politics of division
    Next Article
    Woman On Leaving Rs 50 Lakh Job For Content Creation: "I Was Terrified"

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment