Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગેસ લઈને ભારત આવી રહેલા જહાજે હોર્મુઝ પાર કર્યું, પાકિસ્તાનના મંત્રીઓને પગારનાં ફાંફાં; ગુજરાતમાં આકાશી વીજળીએ બેનો ભોગ લીધો

    2 days ago

    નમસ્તે, કાલના મુખ્ય સમાચાર જોઈએ તો ઈઝરાયલે ઈરાનના બુશહર ન્યુક્લિયર પ્લાન્ટ પાસે હુમલો કર્યો છે. યુદ્ધ વચ્ચે LPG લાવી રહેલા જહાજે હોર્મુઝ પાર કર્યું જેમાં 46 હજાર ટન ગેસ ભરેલો છે. પાકિસ્તાનમાં યુદ્ધની ખરાબ અસર શરૂ થઈ છે. સરકારે મંત્રીઓનો છ મહિનાનો પગાર અટકાવી દીધો છે. ઉત્તર પ્રદેશમાંથી 4 આતંકી પકડાયા છે અને તેનું કનેક્શન પાકિસ્તાન નીકળ્યું છે. ગુજરાતમાં વરસાદ વચ્ચે વીજળીએ બે વ્યક્તિનો ભોગ લીધો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પશ્ચિમ બંગાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભા સંબોધશે 2. IPLમાં પહેલી મેચ હૈદરાબાદ અને લખનૌ અને બીજી મેચ બેંગ્લુરૂ અને ચેન્નાઈ વચ્ચે રમાશે 📰 કાલના મોટા સમાચારો 1. LPG લાવી રહેલા ભારતીય જહાજે હોર્મુઝ પાર કર્યું:46000 ટન ગેસ ભરેલો છે; ઈરાને કહ્યું- ભારત સાથે સદીઓ જૂનો સંબંધ, મિત્રતા વધુ મજબૂત કરીશું ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વચ્ચે LPG લઈને આવી રહેલું ભારતીય જહાજ 'ગ્રીન સંવી'એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું છે. આ જહાજમાં આશરે 46,650 મેટ્રિક ટન ગેસ ભરેલો છે. હોર્મુઝ પાર કરનારું ભારતનું આ 7મું LPG ટેન્કર જહાજ છે. સરકારના જણાવ્યા અનુસાર, ખાડી વિસ્તારમાં અત્યારે 18 ભારતીય જહાજો અને અંદાજે 485 ભારતીય નાવિકો હાજર છે. અત્યાર સુધીમાં 964 થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે. આ દરમિયાન મુંબઈ સ્થિત ઈરાની વાણિજ્ય દૂતાવાસે ભારત સાથેના ઐતિહાસિક સંબંધોને યાદ કરતા મિત્રતા અને સહયોગ વધારવાની વાત કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. યુદ્ધની અસરઃ પાકિસ્તાની મંત્રીઓને 6 મહિના પગાર નહીં:2 દિવસ પહેલાં પેટ્રોલ પર 137 રૂપિયા વધ્યા, વિરોધ બાદ 80 રૂપિયા ઘટાડ્યા પાકિસ્તાનમાં ઇઝરાયલ-અમેરિકાના ઇરાન સાથેના યુદ્ધની અસર દેખાઈ રહી છે. ત્યાં આગામી 6 મહિના સુધી મંત્રીઓનો પગાર રોકી દેવામાં આવ્યો છે. બે દિવસ પહેલા પેટ્રોલ 137 રૂપિયા અને ડીઝલ 184 રૂપિયા મોંઘું કરવામાં આવ્યું હતું. જોકે, દેશભરમાં વિરોધ થયો તો શુક્રવારે સરકારે પેટ્રોલ 80 રૂપિયા સસ્તું કરી દીધું. હવે પાકિસ્તાનમાં પેટ્રોલ 378 રૂપિયા પ્રતિ લિટર મળશે. ડીઝલ વધેલી કિંમત 520.35 રૂપિયા પ્રતિ લિટર પર જ મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'કેજરીવાલના ઘરમાં રાઘવ ચઢ્ઢાને મરઘો બનાવ્યા':4 લોકોએ માર માર્યો, રડતા રહ્યા પણ કોઈએ સાથ ન આપ્યો; આંખ પર ઈજા થઈ, AAPના પૂર્વ અધ્યક્ષનો દાવો આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ વિવાદ વધી રહ્યો છે. હરિયાણામાંથી AAPના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નવીન જયહિંદે AAP નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. જયહિંદે વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે રાઘવ ચઢ્ઢાને દિલ્હીમાં કેજરીવાલના શીશમહેલ (CM હાઉસ)માં બોલાવીને 'મરઘો' બનાવીને માર મારવામાં આવ્યો હતો. 4 નેતાઓની સામે તેમની સાથે મારપીટ થઈ હતી. જયહિંદે એમ પણ કહ્યું કે મારપીટમાં રાઘવની આંખ પર ઈજા થઈ હતી. આ ઈજાની સારવાર કરાવવા માટે જ રાઘવ ઈંગ્લેન્ડ ગયા હતા. લોકો લાગ્યું કે રાઘવ હનીમૂન મનાવવા માટે ઈંગ્લેન્ડ ગયા છે. રાઘવે જાહેરમાં બધા ખુલાસા કરવા જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 4.UPમાંથી 4 આતંકી ઝડપાયા, પાકિસ્તાન મોકલવાના હતા વીડિયો:કેમિકલ ભરેલો કેન, 7 મોબાઈલ-24 પમ્ફલેટ મળ્યા, યુપી એટીએસ દ્વારા ગુરુવારે લખનઉમાંથી 4 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી. આનો ખુલાસો શુક્રવારે કરવામાં આવ્યો. એટીએસ અનુસાર, આતંકવાદીઓ પાકિસ્તાની હેન્ડલર્સના કહેવા પર ભારતમાં આગચંપી અને ભય ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા વિદેશી નંબરો સાથે જોડાયેલા હતા. લખનઉ સહિત દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ, રેલવે સ્ટેશનો અને ગાડીઓમાં વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા. આતંકવાદીઓની ઓળખ સાકિબ ઉર્ફે ડેવિલ, વિકાસ ગહલાવત ઉર્ફે રૌનક, લોકેશ ઉર્ફે બાબુ, ઉર્ફે પપલા પંડિત અને અરબાબ તરીકે થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ:MP-રાજસ્થાનમાં કરા પડી શકે છે, હિમાચલમાં હિમવર્ષા; યુપીમાં વીજળી પડવાથી 5નાં મોત દેશભરમાં ગરમીની શરૂઆત બાદ હવામાને ફરી પલટો લીધો. દિલ્હી, પંજાબ સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. મધ્ય પ્રદેશમાં શુક્રવારે 36 જિલ્લામાં વરસાદ થયો, આજે કરા પડવાની આશંકા છે. રાજસ્થાનમાં શુક્રવારે રણ પ્રદેશના જિલ્લાઓ જેસલમેર-બીકાનેરમાં કરાની ચાદર છવાઈ ગઈ. અજમેર-બ્યાવરમાં વાવાઝોડાથી વૃક્ષો પડી ગયા અને ટીનશેડ ઉડી ગયા. આગામી ત્રણ દિવસ આવું જ હવામાન રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશના કોસીકલા અનાજ મંડીમાં 10 હજાર બોરીઓમાં રાખેલ 5 હજાર ક્વિન્ટલ ઘઉં વરસાદમાં પલળી ગયા. આ પહેલા રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ આકાશી વીજળી પડવાથી 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં માવઠાંના કહેરે બેના જીવ લીધા:ગાંધીનગરમાં 6 વર્ષીય માસૂમનું તો પાટણમાં 20 વર્ષીય યુવતીનું વીજળી પડતાં મોત, હજી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવેલા વરસાદ અને વીજળીના કહેરે ફરી એક વાર જાનમાલનું નુકસાન કર્યું છે. છેલ્લા બે દિવસમાં વીજળી પડવાથી એક 20 વર્ષીય યુવતી અને 6 વર્ષની બાળકી સહિત બે નિર્દોષોના મોત થયા છે, જ્યારે એક પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુલુસણ (મેલુસણ)ગામે ગત શુક્રવાર બપોરે અચાનક ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ખેતરમાં કામ કરી રહેલા રાધેસંગ ઠાકોરના પરિવારે વરસાદથી બચવા લીંબડાના વૃક્ષ નીચે આશરો લીધો ત્યારે વીજળી પડતાં 20 વર્ષીય પરિણીત યુવતી આનંદબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ભાજપ કાર્યાલયની સામે ઓવૈસીએ UCCના વિરોધમાં સભા ગજવી:કહ્યું- 'મુસ્લિમ નિશાના પર છે, તમારા ધર્મના કાનૂન અમારા પર કેમ લાગૂ કરો છો?' અમદાવાદના ખાનપુર જે.પી. ચોકમાં શનિવારે AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની જાહેર સભા યોજાઈ હતી. આ સભાને સાંભળવા માટે ખાનપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડ્યા હતા. સ્ટેજ પર ગુજરાત AIMIM પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા, મહારાષ્ટ્રના વારિસ ખાન પઠાણ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જમાલપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટર અફસાનાબાનુ ચિશ્તીએ કહ્યું, “અમે કોઈની બી-ટીમ નથી. અમે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુદ્દાઓ ઉઠાવીએ છીએ. અમે ગલીએ-ગલીએ ગયા છીએ અને મતદારો અમને ઓળખે છે. અમે માત્ર વોટ લઈને પાંચ વર્ષ સુધી અદ્રશ્ય થઈ જતા નથી. અમે વિરોધ પક્ષમાં બેસીશું અને ફરીથી આવીને કામ કરીશું.” વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મોદીએ કહ્યું-કોંગ્રેસ ઈચ્છે છે કે ખાડી દેશો ભારતને દુશ્મન સમજે:તેઓ નારાજ થાય તેવા નિવેદનો આપી રહી છે, જેનાથી ત્યાં ભારતીયો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 23 વર્ષ પછી દુશ્મને તોડી પાડ્યું અમેરિકી ફાઇટર જેટ:ટ્રમ્પનો ઈરાની આકાશ પર કબજાનો દાવો ખોટો; અત્યાર સુધી અમેરિકાના 7 વિમાન તોડી પાડ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : દેશમાં આવકના 40% સુધી સ્માર્ટફોન ખર્ચ પહોંચ્યો:ફક્ત 5% હોવો જોઈએ, મોંઘવારીએ 22 કરોડ યુઝર્સનું સ્માર્ટફોન અપગ્રેડ અટકાવ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 1.8 લાખ કિલોમીટર દૂરથી ઝળહળતી પૃથ્વીની સુંદરતા, PHOTOS:આર્ટેમિસ-2 મિશનના અવકાશયાત્રીઓએ ફોટા પાડ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું આ અઠવાડિયે ₹3,666 મોંઘું, ભાવ ₹1.47 લાખ થયા:ચાંદી ₹6,166 વધીને ₹2.28 લાખ પર પહોંચી, વિદેશી ઘરેણાં મંગાવવા માટે લાયસન્સ લેવું પડશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ન તો કોહલી ન તો રવિ શાસ્ત્રીએ સીધી વાત કરી:ફિટનેસના નામે નિવૃત્તિ માટે દબાણ કર્યું; ધોનીએ ફોન કરીને સત્ય કહ્યું, વર્લ્ડ કપ હીરો યુવરાજે 14 વર્ષે બળાપો ઠાલવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : વૈશાખ માસમાં વ્રત, પર્વ અને યાત્રાનું મહત્વ:સ્નાન-દાન અને વિષ્ણુ પૂજાનો મહિનો; આ જ મહિને શરૂ થશે ચારધામ યાત્રા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે વિશ્વનું સૌથી જૂનું પાલતુ કબૂતર યુનાઇટેડ સ્ટેટ્સમાં "સુગર" નામનું કબૂતર 44 વર્ષ અને 72 દિવસ જીવીને સૌથી વૃદ્ધ પાળેલું કબૂતર બન્યું છે. ડ્વેન ઓરેન્ડરની માલિકીના આ કબૂતરે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ, આ રેકોર્ડ જર્મનીના "મેથુસેલા" પાસે હતો, સુગરે તેનાથી 15 વર્ષથી વધુ સમય જીવીને આ રેકોર્ડ તોડ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : અડધી રાત્રે પીડિતાનું મેડિકલ ચેકઅપ થયું: ‘દીકરીએ પહેલાં કહ્યું હોત, તો હું ત્યાં ને ત્યાં જ આસારામનું માથું પથ્થરથી ટીચી નાખત’, જુઓ સિરીઝનો એપિસોડ-26 2. MATCH મસાલા : SKY નાચ્યો, બુમરાહ સામે જોઈ ડાયલોગ માર્યો:ના હોય, યુવરાજ સિંહે માફી માગી; બાંગ્લાદેશ BCCI સામે ઘૂંટણિયે, શું આજીજી કરી? 3. આજનું એક્સપ્લેનર:23 વર્ષ બાદ અમેરિકાના ફાઈટર જેટ્સ તૂટ્યા, એર ડિફેન્સ સિસ્ટમ પણ ફેલ થઈ રહી છે, શું ઈરાને યુદ્ધની દિશા બદલી નાખી? 4. પંજાબમાં RSSનો 5 પોઇન્ટર વિજય પ્લાન:બધા માટે એક સ્મશાન, રામ કનેક્શન અને દલિત સંતોનું નેટવર્ક 5. પારકી પંચાત: નેતાજીનો ઘા ફેલ ગયો:સુરતમાં BJP-AAPનું નેતા કપલ ચર્ચામાં આવ્યું; ચૂંટણી પહેલા જ નવનીત બાલધિયાએ કોંગ્રેસનો પંજો પકડ્યો 6. સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 2026 મોડેલ લોન્ચ:ખિસ્સામાં ચાવી રાખીને સ્કૂટર ચલાવી શકાશે, હાઈ-ટેક ફીચર્સથી સજ્જ ટુવ્હીલરની કિંમત ₹1.02 લાખથી શરૂ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:મેષ રાશિના પારિવારિક વિવાદો ઉકેલાશે, કર્ક અને મીન જાતકો પર ગ્રહોની કૃપા રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Fishing boats docked, livelihoods at sea: War ripples in Mumbai, Goa
    Next Article
    Jammu Kashmir Theft News | રાજૌરીમાં ગલીમાંથી ગટરની લોખંડની જાળીની ચોરીની ઘટના CCTVમાં કેદ | News18

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment