Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં રઘુવંશી મહિલા ગ્રુપે સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું:સૂર્યમુખી હનુમાન મંદિરે ભક્તિમય માહોલ સર્જાયો, લોહાણા સમાજની બહેનો ઉત્સાહભેર ભાગ લીધો

    2 days ago

    દેવભૂમિ દ્વારકાના પ્રાચીન સૂર્યમુખી હનુમાન મંદિરે રઘુવંશી યુવા મહિલા ગ્રુપ દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભક્તિભાવપૂર્ણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. રઘુવંશી યુવા મહિલા ગ્રુપ સમાજમાં જાગૃતિ લાવવા માટે દર મહિને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વખતે તેમણે ધાર્મિક કાર્યક્રમ પસંદ કર્યો હતો, જેમાં લોહાણા સમાજની બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુંદરકાંડ પાઠ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. બહેનોએ સુંદરકાંડના પઠન દ્વારા આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. આ પ્રસંગે કૃપાબેન સામાણી, સોનલબેન કાતર, પૂનમબેન બથિયા, હીનાબેન કક્કડ અને નિધિબેન મોદી સહિત અનેક બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાજપ કાર્યાલયની સામે ઓવૈસીએ UCC વિરોધની સભા ગજવી:કહ્યું- 'તમારા ધર્મના કાનૂન કેમ અમારા પર લાગૂ કરો છો, ગુજરાતમાં તમે લગ્ન ન કરો માત્ર રજીસ્ટ્રેશન કરો એવુ કરવા માગો છો'
    Next Article
    સુરત મનપાની ચૂંટણી, બેઠક દીઠ BJPની ત્રણ-ત્રણ નામની પેનલ તૈયાર:1720 દાવેદારોના નામ પર કાતર ફેરવાઈ, વય મર્યાદા, નો રિપિટ થીયરીના કારણે અનેક દિગ્ગજોના પત્તા કપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment