Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો:કલોલમાં સમાધાન કરવા ગયેલા મિત્રો પર હુમલો, યુવકને કમરના ભાગે છરી ઝીંકી હત્યાનો પ્રયાસ

    2 days ago

    કલોલ શહેરમાં બે દિવસ પહેલા થયેલી સામાન્ય બોલાચાલીનું સમાધાન કરવા ગયેલા રબારી જ્ઞાતિના યુવકો પર બીજા જૂથે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં એક યુવકને કમરના જમણી બાજુના ભાગે છરીનો ગંભીર ઘા વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. બે દિવસ પહેલા નવપદ ફ્લેટ પાસે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી કલોલના બોરીસણા ગામમાં રહેતા સંજયભાઈ રબારીની નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મિત્ર મિત દેસાઈને સુનિલ ગોસ્વામી નામના શખ્સ સાથે બે દિવસ પહેલા નવપદ ફ્લેટ પાસે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતનું સમાધાન કરવા માટે સુનિલ ગોસ્વામીએ ફોન કરીને તેઓને કલોલ સિટી મોલ પાછળ આવેલા જોગણી માતાના મંદિર પાસે બોલાવ્યા હતા. જ્યાં સંજય અને તેના મિત્રો વિશાલ, ગૌરાંગ અને હર્ષિલ ત્યાં પહોંચ્યા ત્યારે સુનિલ તેની સ્વિફ્ટ ગાડીમાં અન્ય બે મિત્રો સાથે ત્યાં હાજર હતો. બાદમાં મંદિર પાસે સમાધાનની વાતચીત ચાલી રહી હતી ત્યારે સુનિલ ગોસ્વામી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી શરૂ કરી હતી. સંજય અને તેના મિત્રોએ ગાળો બોલવાની ના પાડતા ઝપાઝપી શરૂ થઈ હતી. આ દરમિયાન સુનિલ સાથે આવેલા તેના એક મિત્રએ અચાનક કમરમાંથી છરી કાઢી સંજયને કમરના જમણી બાજુના ભાગે ઝીંકી દીધી હતી. હુમલો કર્યા બાદ હુમલાખોરોએ જો હવે પછી અમારી સાથે બબાલ કરશો તો કલોલમાં જીવતા નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બે અજાણ્યા મિત્રો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ હુમલામાં લોહીલુહાણ થયેલા સંજયને તેના મિત્રો તાત્કાલિક ખાનગી વાહનમાં કલોલ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે કલોલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે કલોલ પોલીસે સુનિલ બળદેવજી ગોસ્વામી અને તેના બે અજાણ્યા મિત્રો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી
    Next Article
    ‘Ranveer Singh approached Jai Mehta for Pralay’: Hansal Mehta reveals how the zombie epic came together

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment