Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: સરકારી વિશ્રામગૃહના ઉપયોગ પર પ્રતિબંધ:જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ જાહેરનામું બહાર પાડ્યું

    3 days ago

    રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આગામી એપ્રિલ-૨૦૨૬ દરમિયાન યોજાનારી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે હેતુથી સરકારી મિલકતોના ઉપયોગ પર નિયંત્રણો મૂકે છે. આ જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આવેલા સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાંકો અને તેની સાથે જોડાયેલા આંગણ કે કમ્પાઉન્ડનો ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારો, ઉમેદવારો કે તેમના ચૂંટણી એજન્ટો રાજકીય હેતુ કે ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે કરી શકશે નહીં. આવા સ્થળોએ રાજકીય પક્ષોની પ્રાસંગિક મીટિંગો યોજવા પર તેમજ ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાતા વાહનોના પાર્કિંગ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વધુમાં, ચૂંટણી પ્રચાર અર્થે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ કે અતિથિગૃહમાં રૂમ ફાળવવામાં આવશે નહીં. જોકે, જે રાજકીય પદાધિકારીઓને 'Z' કક્ષાની કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હોય, તેમને આ નિયમમાંથી મુક્તિ આપી રૂમ ફાળવી શકાશે, પરંતુ તેઓ રોકાણ દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહીં. આ જાહેરનામું તા. ૨૮/૪/૨૦૨૬ સુધી અમલી રહેશે અને તેનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ ઉપરાંત, ચૂંટણી પ્રચાર દરમિયાન ખાનગી તેમજ જાહેર મિલકતોના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા બહાર પાડવામાં આવેલા અન્ય એક જાહેરનામા અનુસાર, કોઈપણ પ્રકારની જાહેર મિલકત કે ખાનગી મિલકતનો ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામા હેઠળ, કોઈપણ ઉમેદવાર, રાજકીય પક્ષ, સંગઠન કે તેમના કાર્યકરોએ કોઈપણ વ્યક્તિની ખાનગી મિલકત કે મકાન પર તેના માલિકની લેખિત પૂર્વ મંજૂરી વગર ચૂંટણી પ્રચાર માટેના પોસ્ટર ચોંટાડવા, લખાણ લખવું, પ્રતીકો ચીતરવા કે ધ્વજ-પતાકા લગાવવા પર સંપૂર્ણ મનાઈ છે. તેવી જ રીતે જાહેર રસ્તાઓ, સરકારી મકાનો, વીજળીના થાંભલા, કમ્પાઉન્ડની દીવાલો કે જાહેર જનતાની સગવડ માટેના સાઈન બોર્ડ અને માઈલ સ્ટોન જેવી જાહેર મિલકતોનો પણ ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. જાહેર મિલકત એટલે જાહેર મકાનો, માર્ગો, મહત્વના ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ, ધોરી માર્ગ પરના માઈલ પથ્થરો, રેલવે ફાટકના ચેતવણીના બોર્ડ, રેલવે પ્લેટફોર્મ, બસ ટર્મિનલના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલી કોઈ અન્ય નોટિસ કે સાઈન બોર્ડનો સમાવેશ થશે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી, એટલે કે તા. 30/4/2026૩ના 24:00 કલાક સુધી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ 'ગુજરાત પોલીસ અધિનિયમ-1951'ની કલમ-૧૩૫ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:આહવા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી
    Next Article
    સુરતનું કતારગામ લુખ્ખા તત્ત્વોના બાનમાં?:'ધાબા પર દારૂ પીવા દો' કહી અસામાજિક તત્વોનો આતંક; પાવભાજી અને દારૂની બોટલો સાથે ઘરમાં ઘૂસી મહિલાઓને ગાળો આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment