Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની નિમણૂક:નયનભાઈ અઘારાની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા વરણી

    3 days ago

    મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ અઘારાની વરણી કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે. અગાઉ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. નયનભાઈ અઘારા મોરબી તાલુકાના રાજપર ગામના વતની છે. તેઓ ગત ટર્મમાં મોરબી જિલ્લા પંચાયતની રવાપર સીટ પરથી વિજેતા બનીને સભ્ય બન્યા હતા અને ત્યારબાદ વિરોધ પક્ષના નેતા તરીકે પણ સેવા આપી હતી. વર્ષ 2010-15 દરમિયાન તેઓ મોરબી તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ રાજપર સેવા સહકારી મંડળીના પ્રમુખ છે અને વિવિધ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને જિલ્લાના લોકોએ નયનભાઈ અઘારાની આ વરણીને આવકારી છે. કિશોરભાઈ ચીખલીયાના આકસ્મિક નિધનને કારણે કોઈ પણ પ્રકારની ઉજવણી વિના સાદગીથી તેમણે પદભાર સંભાળ્યો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના કાર્યોમાં લાગી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    ‘ભાજપને સપનામાં કેજરીવાલ અને સાવરણો દેખાય છે’:ઈટાલિયાએ કહ્યું- 20 દિવસમાં 70થી વધુ ખોટી FIR થઈ, આવતીકાલે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થશે; AMCમાં ભાજપને 2364 બાયોડેટા મળ્યા
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:આહવા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment