Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા દુષ્પ્રેરણા અને લાંચ કેસમાં આરોપીઓ નિર્દોષ:જ્યારે અકસ્માત કેસમાં બાઈક સવારને જેલમાં ધકેલાયો, સુરત વિવિધ અદાલતો દ્વારા ત્રણ મહત્વના ચુકાદા

    2 days ago

    સુરત વિવિધ અદાલતો દ્વારા તાજેતરમાં ત્રણ મહત્વના ફોજદારી કેસોમાં ચુકાદા આપવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2016ના ચકચારી આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં પુરાવાના અભાવે ત્રણ ભાઈઓનો છૂટકારો થયો છે, તો બીજી તરફ વલસાડ રેલ્વે સ્ટેશન પર હપ્તા વસૂલીના 14 વર્ષ જૂના એસીબી કેસમાં આરપીએફ જવાનને નિર્દોષ જાહેર કરાયા છે. જોકે, કતારગામમાં બેદરકારીથી બાઈક ચલાવી અકસ્માત સર્જનાર યુવક પ્રત્યે કોર્ટે કડક વલણ અપનાવી તેને ત્રણ માસની કેદની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડ્યો છે. પુરાવાના અભાવે હડિયા બંધુઓનો આત્મહત્યા કેસમાં છૂટકારો 2016માં પુણાગામ વિસ્તારમાં વેપારી મનુ લુબા શિસારાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ કેસમાં મૃતકની પત્ની મુક્તાબેને આરોપી બિજલ હડિયા, નાનુ હડિયા અને ધનજી હડિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ અને જમીનના વિવાદમાં ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી, જેને મુખ્ય પુરાવો ગણવામાં આવતો હતો. જોકે, સુરત કોર્ટમાં ચાલેલી ઈન્સાફી કાર્યવાહી દરમિયાન ફરિયાદી પક્ષ સબળ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બચાવ પક્ષના વકીલ ગૌતમ દેસાઈ અને ચેતન શાસ્ત્રીની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે નોંધ્યું કે મરણ નોંધ અંગેના પુરાવા શંકાસ્પદ છે, પરિણામે ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 14 વર્ષ બાદ આરપીએફ જવાન લાંચના કેસમાં દોષમુક્ત વલસાડ રેલ્વે સ્ટેશન પર 2010માં પાઉં-વડાના ફેરિયા પાસે ધંધો કરવા માટે મહિને 500નો હપ્તો માંગવાના આરોપમાં ફસાયેલા આરપીએફ કોન્સ્ટેબલ રણજીતસિંહ સિંઘને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ACBના છટકામાં કોન્સ્ટેબલ ઝડપાયા હોવાનો દાવો હતો. બચાવ પક્ષના વકીલ ઈલ્યાસ પટેલે દલીલ કરી હતી કે, લાંચની માંગણી સાબિત થતી નથી અને ફરિયાદીની જુબાનીમાં અનેક વિરોધાભાસ છે. કોર્ટે અવલોકન કર્યું કે માત્ર નોટો પરના નિશાન ગુનો સાબિત કરવા પૂરતા નથી, જ્યાં સુધી લાંચની સ્પષ્ટ માંગણી પુરવાર ન થાય. લાંબા કાયદાકીય જંગ બાદ જવાનને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રોડ સેફ્ટી અંગે કોર્ટનું કડક વલણ: અકસ્માત કેસમાં સજા કતારગામ લલિતા ચોકડી પાસે વર્ષ 2011માં પુરઝડપે બાઈક હંકારી અન્ય ચાલકને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી ક્રિષ્ના પ્રકાશ મૈરાલેને ત્રણ માસની સાદી કેદની સજા કરી છે. આ અકસ્માતમાં ભોગ બનનારને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી. કોર્ટે આરોપીને પ્રોબેશનનો લાભ આપવાનો ઈનકાર કરતા મહત્વની ટિપ્પણી કરી હતી કે જાહેર રસ્તાઓ પર વધતી જતી વાહનોની સંખ્યા વચ્ચે બેદરકારીપૂર્વક વાહન ચલાવવું એ અન્યના જીવને જોખમમાં મૂકવા સમાન છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં. સ્યુસાઈડ નોટ માત્ર એક પુરાવો, નક્કર સાબિતી અનિવાર્ય હડિયા બંધુઓના કેસમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આત્મહત્યાના કેસમાં માત્ર સ્યુસાઈડ નોટ હોવી પૂરતી નથી. કાયદાકીય દૃષ્ટિએ એ સાબિત કરવું જરૂરી છે કે આરોપીઓએ મૃતકને એવી પરિસ્થિતિમાં મૂક્યા હતા કે તેમની પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ કેસમાં ફરિયાદ પક્ષ એ સાબિત કરી શક્યો નથી કે આરોપીઓના કયા કૃત્યથી મૃતક ઉશ્કેરાયા હતા. સાક્ષીઓની ઉલટતપાસ અને દસ્તાવેજી પુરાવાઓમાં રહેલી ક્ષતિઓને કારણે 8 વર્ષ જૂના આ કેસમાં આરોપીઓનો વિજય થયો છે. એસીબી ટ્રેપમાં માંગણી સાબિત કરવી અનિવાર્ય ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળના કેસોમાં કોર્ટનો અભિગમ હંમેશા પુરાવાલક્ષી રહ્યો છે. વલસાડના કેસમાં કોર્ટે નોંધ્યું કે ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉની દુશ્મનાવટ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કોઈ પણ લાંચના કેસમાં 'માંગણી, સ્વીકૃતિ અને રકમની રિકવરી' એ ત્રણેય પાસાઓ સાબિત થવા જોઈએ. આ કેસમાં ફરિયાદી પક્ષે માંગણીના પાસામાં કાચું કાપતા આરપીએફ જવાનને શંકાનો લાભ મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ કાર્યાલયની સામે ઓવૈસી UCCનો વિરોધ કરશે:વર્ષ 1992માં કાશ્મીરમાં તિરંગો ફરકાવીને આવેલા મોદીએ અમદાવાદ જ્યાં સભા કરી ત્યાં AIMIMની જાહેરસભા
    Next Article
    મહારાષ્ટ્રના વિદ્યાર્થીનો 'સાહિત્ય ગ્રીન એપાર્ટમેન્ટ’ના છઠ્ઠા માળેથી આપઘાત:વાઘોડિયાની ખાનગી યુનિ.માં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા હતો, કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment