Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલનો ઈરાનના પેટ્રોકેમિકલ ઝોન પર હુમલો:એર ડિફેન્સ, મિસાઈલ સાઇટ અને પરમાણુ પ્લાન્ટને ટાર્ગેટ કર્યા; મ્યુઝિક સ્કૂલ પણ તબાહ

    3 days ago

    ઇઝરાયલે શનિવારે ઇરાનના દક્ષિણી ખુઝેસ્તાન પ્રાંતમાં આવેલા મહશહર પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પર હુમલો કર્યો છે. ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, આ વિસ્તારમાં અનેક વિસ્ફોટો થયા, જેના પછી ઘટનાસ્થળેથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. ઇઝરાયલના સુરક્ષા સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે આ હુમલા તેની વાયુસેનાએ કર્યા છે. આ હુમલામાં ત્રણ કંપનીઓને નિશાન બનાવવામાં આવી. રિપોર્ટ અનુસાર, હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા છે. જ્યારે, ઇરાનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા બુશહર પરમાણુ પ્લાન્ટ નજીક એક પ્રોજેક્ટાઇલ પડ્યાના સમાચાર સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેણે શુક્રવારે ઇરાનની એર ડિફેન્સ સાઇટ્સ પર હુમલો કર્યો. આ ઉપરાંત, ઇઝરાયલે હથિયારોના રિસર્ચ અને ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા એક સૈન્ય ઠેકાણા પર પણ હુમલો કર્યો છે. તેહરાનમાં એક મ્યુઝિક સ્કૂલ પણ હવાઈ હુમલામાં સંપૂર્ણપણે તબાહ થઈ ગયું. ઈરાને અમેરિકાના બે લડાકુ વિમાન તોડી પાડ્યા ઈરાને શુક્રવારે અમેરિકાના બે લડાકુ વિમાન તોડી પાડવાનો દાવો કર્યો છે. આમાં એક F-35 ફાઈટર જેટ અને બીજું A-10 અટેક એરક્રાફ્ટ છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પડી ગયેલું પહેલું ફાઈટર જેટ F-35 નહીં પણ F-15E છે. તે જ સમયે, ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનમાં અમેરિકી ફાઈટર જેટ તોડી પાડવાની ઘટનાથી બંને દેશો વચ્ચેની વાતચીત પર કોઈ અસર નહીં પડે. ટ્રમ્પે કહ્યું, "અમે યુદ્ધમાં છીએ." તેમણે આ વાત અમેરિકી મીડિયા NBC સાથેના એક ફોન ઇન્ટરવ્યુમાં કહી. ઈરાનમાં અમેરિકી પાઇલટને પકડવા પર ₹55 લાખનું ઇનામ ઈરાને અમેરિકી ફાઈટર જેટના પાઇલટને પકડવા પર 10 બિલિયન ઈરાની તોમાન (લગભગ 55 લાખ રૂપિયા) ના ઇનામની જાહેરાત કરી છે. ઈરાનના સરકારી મીડિયા IRIB ના એક એન્કરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અમેરિકી પાઇલટને જીવતો પકડીને સરકારી અધિકારી કે સેનાને સોંપે. 23 વર્ષ પછી દુશ્મને પાડ્યું અમેરિકી ફાઇટર જેટ ઈરાન યુદ્ધના એક મહિના પૂરા થયા પછી ટ્રમ્પે 2 એપ્રિલે અમેરિકી જનતાને સંબોધિત કર્યા. પોતાના 19 મિનિટના ભાષણમાં તેમણે દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનની હવાઈ સેનાને તબાહ કરી દીધી છે અને તેમની પાસે જવાબ આપવાની ક્ષમતા બચી નથી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકાનો ઈરાનના આકાશ પર કબજો થઈ ચૂક્યો છે. તેમના વિમાનો તેહરાન ઉપર ઉડી રહ્યા છે અને ઈરાન હવે કંઈ કરી શકતું નથી. ટ્રમ્પ જ નહીં, વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ આવા જ કેટલાક દાવા કર્યા. પરંતુ હવે પરિસ્થિતિઓ કંઈક બીજી જ વાર્તા કહી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકાના બે સૈન્ય વિમાન અને સર્ચ ઓપરેશનમાં લાગેલા બે બ્લેકહોક હેલિકોપ્ટર ઈરાનના હુમલાનો શિકાર બન્યા. ન્યૂઝ એજન્સી APના રિપોર્ટ અનુસાર, 23 વર્ષથી વધુ સમયમાં પહેલીવાર એવું બન્યું છે કે અમેરિકી લડાકુ વિમાનો દુશ્મનની ગોળીબારીમાં પાડી દેવામાં આવ્યા છે. આ પહેલા 2003માં ઈરાક યુદ્ધ દરમિયાન આવું બન્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો
    Click here to Read More
    Previous Article
    સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 2026 મોડેલ લોન્ચ:ખિસ્સામાં ચાવી રાખીને સ્કૂટર ચલાવી શકાશે, હાઈ-ટેક ફીચર્સથી સજ્જ ટુવ્હીલરની કિંમત ₹1.02 લાખથી શરૂ
    Next Article
    બુરખામાં લૂંટ કરનારી આરોપી યુવતીની પહેલી તસવીર સામે આવી:પોલીસનો દાવો- અયોધ્યામાં જ્વેલરી લૂંટીને બોયફ્રેન્ડ સાથે ભાગી જવાની ફિરાકમાં હતી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment