Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શશિ થરૂર માંડ માંડ બચ્યા, કાફલા પર હુમલો:સભામાં જતા હતા ને લોકોએ ઘેરી લીધા, ગનમેન-ડ્રાઈવર રોકવા જતા તેમના પર હુમલો; કેરળમાં મલપ્પુરમની ઘટના

    2 days ago

    કેરળમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનો શુક્રવારે મોડી સાંજે ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક લોકોએ કાફલો રોક્યો હતો. તેમના ગનમેન અને ડ્રાઇવરે રોકવાનો પ્રયાસ કર્યો તો તેમના પર હુમલો કર્યો. આ ઘટના મલ્લપુરમના વાંડુરમાં સાંજે લગભગ 7.30 વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે થરૂર ચૂંટણી સભા માટે જઈ રહ્યા હતા ત્યારે તિરુવલ્લીમાં 5 લોકોએ તેમનો કાફલો રોક્યો હતો. આરોપીઓએ આવું શા માટે કર્યું તે જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. બાકીનાની શોધખોળ ચાલુ છે. હુમલામાં થરૂર સંપૂર્ણપણે સુરક્ષિત છે. બીજી તરફ, ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કેરળના યુવા મતદારો (18-30) વર્ષના લોકોને 9 એપ્રિલે મતદાનના દિવસે પોલિંગ સ્ટેશન સુધી 2 KMની અંદર મફત રાઇડ મળશે. પ્રથમ વખત મતદાન કરનારા મતદારોને હલવાનું પેકેટ મળશે. દરેક જિલ્લામાં 200 પેકેટ મોકલવામાં આવશે. જુઓ વીડિયો ચૂંટણી સંબંધિત અપડેટ્સ પાંચેય રાજ્યોમાં ચૂંટણીના પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    ઈરાને અમેરિકી જેટ તોડી પાડ્યા, ટ્રમ્પે કહ્યું-વાતચીત પર અસર નહીં:અમે યુદ્ધની વચ્ચે છીએ; ઈરાન પર 24 કલાકમાં 200 હુમલા કર્યા
    Next Article
    'કેજરીવાલના ઘરમાં રાઘવ ચઢ્ઢાને મુરઘો બનાવ્યા':4 લોકોએ માર માર્યો, રડતા રહ્યા પણ કોઈએ સાથ ન આપ્યો; આંખ પર ઈજા થઈ, AAPના પૂર્વ અધ્યક્ષનો દાવો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment