Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીએ બચત કરવાનું કહેતાં પતિ સહિત સાસરિયાઓએ માર માર્યો:મકાન બનાવવા સલાહ આપતાં પત્ની પર સાસરિયાંનો હુમલો, ફરિયાદ

    10 hours ago

    પાટણમાં પત્નીએ પતિને બચત કરી મકાન બનાવવાની સલાહ આપતા પતિ અને સાસરિયાઓએ તેને ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ પીડિતાએ પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે પતિ સહિત સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠાના ઓગડ તાલુકાના ટોટાણા ગામના વતની અને હાલ પાટણના માખણીયાપરામાં મજૂરી કરતા સુનિતાબેન દેવજીભાઈ પટણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 1 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના સમયે તેમણે પતિ દેવજીભાઈ રાયાભાઈ પટણીને દેવું ન કરવા અને બાળકોના ભવિષ્ય માટે પૈસા બચાવી મકાન બનાવવાની વાત કરી હતી. આ સાંભળી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. સુનિતાબેને ગાળો બોલવાની ના પાડતા પતિએ તેમને નીચે પાડી ગળું દબાવ્યું હતું અને હાથમાં રહેલા દાતરડાના ઊંધા ભાગે બરડામાં માર માર્યો હતો. આ દરમિયાન સાસુ કાંતાબેન પટણી અને સસરા રાયાભાઈ પટણીએ પણ છોડાવવાને બદલે સુનિતાબેનને પકડી રાખ્યા હતા. પતિએ તેમને ગડદાપાટુનો માર માર્યો, બંને હાથે બચકાં ભર્યા અને વાળ પકડીને ઘસેડી હતી. સસરા રાયાભાઈએ લાકડાની કાતર ફેંકી હતી, જોકે સુનિતાબેન ખસી જતા તેમને વાગી નહોતું. આ ઘટના બાદ સાસરિયાઓએ સુનિતાબેનને ઘરમાં પૂરી રાખી ક્યાંય જવા દીધા નહોતા. બીજા દિવસે સવારે પતિ દેવજીભાઈ તેમને મોતીસા ચોકમાં ઉતારીને જતો રહ્યો હતો. ત્યાંથી સુનિતાબેન ચાલીને તેમના પિતાના ઘરે પહોંચ્યા હતા અને માતા-પિતાને આપવીતી જણાવતા તેમને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ સુનિતાબેને પતિ દેવજીભાઈ રાયાભાઈ પટણી, સાસુ કાંતાબેન અને સસરા રાયાભાઈ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 115(2), 296(b), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    યુવક પાટામાં પડ્યો ને ટ્રેન અડધી મિનિટ સુધી ચાલતી રહી:પોલીસ જવાનની નજર પડતાં ટ્રેન રોકાવી, સુરત રેલવે સ્ટેશનના કંપારી છોડાવતા CCTV
    Next Article
    "That Is What Cost Us": CSK Captain Ruturaj Gaikwad Blunt Verdict On Reason Behind Defeat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment