Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટની પળોજણ:ગેસની અછતને પગલે સેન્ટ્રલ યુનિવર્સિટીની મેસના મેનુમાંથી રોટલી જ ગાયબ કરી દેવાઇ

    2 days ago

    ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની મેસમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાતાં વિદ્યાર્થીઓને ઇ-મેઇલથી જાણ કરાઇ છે. જેમાં મેનુમાંથી રોટલી ગાયબ થઇ હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે. સત્તાધીશોએ ઇમેલમાં જણાવ્યું છે કે, વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, હાલમાં બધે જ ગેસ પુરવઠાની અછત પ્રવર્તી રહી છે. ગેસ સિલિન્ડરનો નિયમિત અને પૂરતો પુરવઠો ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસો થઇ રહ્યા છે. જ્યાં સુધી વ્યવસ્થા પૂર્વવત ન થાય ત્યાં સુધી, મેસનું કામ અવરોધ વિના ચાલે તે માટે રસોઈની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. વિક્ષેપમાંથી બહાર આવવા વિદ્યાર્થી મેસ પ્રતિનિધિઓની સલાહ લીધા બાદ મેનુમાં ઘટાડો કરાયો છે. વહીવટી તંત્ર તમામને આરોગ્યપ્રદ અને સ્વચ્છ ભોજન પૂરું પાડવાનું ચાલુ રાખવા માટે તમામ પ્રયાસો કરશે. ગેસ સિલિન્ડરનો પૂરતો પુરવઠો પૂરો પાડવા પ્રયાસ કરતા હોવાનો દાવો સત્તાધીશોએ કર્યો છે. સત્તાધીશોએ જણાવ્યું હતું કે, પુરવઠો સાંજ સુધી મળી ગયો હતો, હવે પુરતો પુરવઠો છે, સમસ્યા નથી. ભાસ્કર ઇનસાઇડ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સરકયુલર ઇ-મેઇલ કરી જાણ કરી કોઈપણ સરકારી કે સ્વાયત્ત સંસ્થા પાસે ગેસ પુરવઠા માટે અગાઉથી સ્ટોક કે કાયમી એગ્રીમેન્ટ હોય છે. સેન્ટ્રલ યુનિવર્સિટીએ મધ્યપૂર્વના તણાવ જેવું મોટું કારણ આપી રહી છે. વાસ્તવમાં આ વહીવટી અણઆવડત છે. સરકારે પૂરતો સ્ટોક હોવાનું કહ્યા બાદ પણ યુનિવર્સિટી સત્તાધીશો મેસ સંચાલક સાથે વાત કરીને પુરવઠો પૂરો પાડી શકી નથી. ભોજનના મેનૂમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે ગેસની અછતને કારણે મેનૂમાં ઘટાડો કરાયો છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને પરિપત્ર કરી જાણ કરી છે. એલપીજીની અછત રહેશે તો વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી થશે. એક દિવસ મેનુમાંથી રોટલી ગાયબ થઈ ગઈ હતી. હોસ્ટેલમાં ગેસની અછત ન થાય તેવી વ્યવસ્થા કરવા અમારી માંગ છે.> પાર્થિવરાજસિંહ કઠવાડિયા, પ્રવકતા, પ્રદેશ કોંગ્રેસ
    Click here to Read More
    Previous Article
    કેસ પહેલાં સમાધાનની ‘ઉજાસ’:કોર્ટમાં બે વર્ષમાં ભંગાણના આરે પહોંચેલું 117 દંપતીનું લગ્નજીવન તૂટતાં બચાવી લેવાયું
    Next Article
    Yuvraj Singh Disagrees With Father Yograj Over Big 'Arjun Tendulkar' Remark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment