Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરો ઝડપાયો:સ્ટેશન રોડની હોટલમાંથી કોપર પાઈપ ચોરનાર બે આરોપી પકડાયા

    2 days ago

    શહેરના સ્ટેશન રોડ પર આવેલી પ્રિન્સ હોટલમાંથી કોપર પાઈપની ચોરી કરનાર ભુજના બે આરોપીઓને સ્થાનિક પોલીસે ઝડપી લીધા હતા.આરોપીઓએ લાકાસા હોટલ અને કોટક મહિન્દ્રા બેંકમાંથી પણ કોપર પાઈપ ચોરી કર્યા હોવાની કબુલાત આપી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે પ્રિન્સ હોટલમાંથી કોપર પાઈપ ચોરી થયાનો ગુનો નોધાયો હતો.પીઆઈ એ.એમ.પટેલની સુચનાથી ટીમ આરોપીને શોધવા માટે પ્રયત્નશીલ હતી. એ દરમિયાન ખાનગી બાતમીદારો અને સીસીટીવી ફૂટેજના આધારે સંજયનગરીમાં રહેતા આરોપી વીરુગીરી રમેશગીરી ગોસ્વામી અને નાગોર રોડ પર રહેતા આરોપી સલીમ કાસમ કુંભારને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સ્ટેશન રોડ પર આવેલી પ્રિન્સ હોટલ સહીત લાકાસા હોટલ તેમજ કોટક મહિન્દ્રા બેંકમાંથી કોપર પાઈપ ચોરી કર્યા હોવાની કબુલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 12,420 ની કિંમતનો કોપર પાઈપ સહીત ચોરીના બનાવમાં ઉપયોગ લીધેલ રૂપિયા 40 હજારની બાઈક કબ્જે કરી છે.બન્ને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાનમાં હાહાકાર, પેટ્રોલ 450-ડીઝલ 500ને પાર, ઇરાને અમેરિકાનું ફાઇટર જેટ અને હેલિકોપ્ટર તોડી પાડ્યાં, ગુજરાતમાં 7 એપ્રિલે ફરી માવઠાનો ખતરો
    Next Article
    પાસપોર્ટ અરજદારોની સંખ્યામાં સતત વધારો:ઉનાળુ વેકેશનમાં પાસપોર્ટ માટે 40-50 દિ’નું વેઇટિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment