Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:સાસુની તબિયત ખરાબ, દીકરીનો અસ્થિર મગજ, છતા સારવારનો ખર્ચ પતિ ન આપતો

    3 days ago

    જૂનાગઢમાં એક પરિણીતાના સાસુની તબિયત ખરાબ અને 2 વર્ષની દિકરીનો અસ્થિર મગજ હોવાથી સારવારનો ખર્ચ પતિ આપતો ન હતો અને દારૂ પીને ઘરે આવી મારકુટ કરતો. આ બાબતથી કંટાળી મહિલા નારી અદાલતે પહોંચી. નારી અદાલતે 3 બેઠક કરી સુખદ સમાધાન કરાવ્યુ હતુ. નારી અદાલતના ભગવતી મહેતાએ જણાવ્યુ કે, જૂનાગઢના એક પરિણીતાના સાસુની તબિયત ખરાબ હોવાથી દવા શરૂ છે. ઉપરાંત તેની 2 વર્ષની દિકરી પણ અસ્થિર મગજની હોવાથી દવા શરૂ હતી. આ દવાનો ખર્ચ પતિ આપતો ન હતો ઉપરાંત ઘરખર્ચ માટે પણ પૈસા આપતો ન હતો. આ બાબતે મહિલા પુછતા મારકૂટ પણ કરતો હતો. મહિલાને જાણવા મળ્યુ કે, પતિ દારૂના રવાડે ચડી ગયો છે. રોજ દારૂ પીને ઘરે આવતો ને પરિણીતા સાથે ઝઘડો કરતો હતો. પરિણીતા સાસુ અને દિકરીના દવાના ખર્ચ તેમજ ઘરખર્ચ માટે મજૂરી જતી હતી. પરંતુ છતા તેનો ઘરખર્ચ અને દવાનો ખર્ચ નિકળતો ન હતો. એક વર્ષ સુધી પરિણીતાએ મજૂરી કરી પરંતુ ઘરની સ્થિતીમાં સુધારો આવ્યો ન હતો. આ બાબતથી કંટાળીને બહેન દિકરીને લઇને પોતાના માવતર ચાલ્યા ગયા હતા. સાસુની તબિયત ખૂબ જ ખરાબ હોવાથી બહેનને ફરજીયાત ઘરે જવુ પડે તેવુ હતુ પરંતુ પતિના સ્વભાવમાં સુધારો આવે અને દારૂ છોડી ઘર ખર્ચ અને દવા માટે પૈસા આપે તે બાબતને લઇ નારી અદાલતે પહોંચ્યા હતા. નારી અદાલતે 3 વખત આ બાબતે બંને પક્ષની બેઠક કર્યા બાદ સમાધાન થયુ અને પતિ પાસેથી દારૂ છોડી પૈસા ઘર ખર્ચ અને દવા માટે આપશે તેવી બાંહેધરી લખાવી હતી.
    Click here to Read More
    Previous Article
    તંત્ર નિંદ્રાધીન:સારા રસ્તા તોડીને સત્તાધારી પક્ષના કાર્યાલયમાં વીઆઈપી ટ્રીટમેન્ટ !
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સિવિલમાં રજાના દિવસે OPDને તાળા દર્દીઓને ઈમર્જન્સીમાં જવા ફરજ પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment