Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ણય:જિલ્લામાં કેરોસીન સપ્લાય માટે બે થી વધુ પેટ્રોલ પંપ નક્કી થશે

    3 days ago

    જૂનાગઢ જિલ્લામાં કેરોસીન સપ્લાય માટે 2 કે તેથી વધુ પેટ્રોલ પંપ નક્કી કરવામાં આવશે. ઉપરાંત અરજી પ્રક્રિયા થશે અને બાદમાં જરૂરીયાત મુજબનો કેરોસીનનો જથ્થો મંગાવાનો નિર્ણય કરાયો છે. જિલ્લા પુરવઠા અધિકારી કે.બી. ગરસરે જણાવ્યુ કે, હાલ અમેરીકા- ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો માહોલ ચાલી રહ્યો છે. દિવસેને દિવસે યુદ્ધ વધી રહ્યુ છે. જેને કારણે ગેસ, પેટ્રોલ-ડિઝલ સહિતની અછત સર્જાય શકે તેવી પરિસ્થિતી જોવા મળી રહી છે. હાલ ગેસની બોટલ માટે પણ સરકારે નિયમો બનાવ્યા છે. જેમાં પીએનજી કનેકશન હોય તેને એલપીજી કનેકશન રદ (જમા) કરાવવાનુ ફરજીયાત રહેશે. ઉપરાંત કોમર્શિયલમાં ફરજીયાત કોમર્શિયલ સિલિન્ડરનો જ વપરાશ કરવાનો રહેશે સહિતના નિયમો પણ કર્યા છે. ઉપરાંત લોકોને વધુમાં વધુ કઇ રીતે સુવિધા મળી રહે તે માટે સરકારે કેરોસીનની સપ્લાય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં કેરોસીન સપ્લાય માટે બે કે તેથી વધારે પેટ્રોલ પંપ નક્કી કરવામાં આવશે. હાલ સર્વે શરૂ જ છે. પહેલા તો અરજી પ્રક્રિયા થશે બાદમાં જરૂરીયાત કેટલી છે એ મુજબ કેરોસીનનો જથ્થો મંગાવવામાં આવશે. આમ જિલ્લામાં કેરોસીન સપ્લાય માટે બે કે તેથી વધુ પેટ્રોલ પંપ નક્કી કરવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યુ હતુ. રૂરલ (ગ્રામ્ય)માં જ સપ્લાય શરૂ થશે સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન સપ્લાય કરવાનુ નક્કી કર્યુ છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં 2 કે તેથી વધુ પંપ સપ્લાય માટે નક્કી કરાશે. કેરોસીનની સપ્લાય હાલમાં તો ફક્ત રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં જ કરવામાં આવશે એમ અધિકારીઓએ જણાવ્યુ છે.
    Click here to Read More
    Previous Article
    તપાસ:સમ્પમાંથી વેટરનિટી ડોકટરનો મૃતદેહ મળ્યો
    Next Article
    તંત્ર નિંદ્રાધીન:સારા રસ્તા તોડીને સત્તાધારી પક્ષના કાર્યાલયમાં વીઆઈપી ટ્રીટમેન્ટ !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment