Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોને નુકશાનની ભિતી:સલાયા પંથકમાં કમોસમી વરસાદ, માર્ગો જળબંબોળ

    3 days ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા તથા આજુબાજુના વિસ્તારોમાં શુક્રવારે કમૌસમી વરસાદ વરસ્યો હતો.જેના પગલે ખેડૂતોને નુકશાનની ભિતી સાથે દોડધામ મચી જવા પામી હતી. શુક્રવારે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલ હતા.અને ઠંડો પવન પણ ફુંકાઈ રહ્યો હતો. સલાયામાં સવારે 8.30 વાગ્યાના આસપાસ ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો જે થોડી વારમાં વરસાદે પણ વેગ પકડયો હતો. એક તબકકે ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જેવો કમોસમી વરસાદ વરસ્યો હતો.જોતજોતામાં રોડ રસ્તો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. આ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે.થોડીવાર બાદ વરસાદ બંધ થયો હતો.જોકે,વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:જામનગરમાં યુવક પર મહિલાઓનો હુમલો પૂર્વ નગરસેવિકાના પુત્ર સહિત 7 સામે ગુનો
    Next Article
    તપાસ:સમ્પમાંથી વેટરનિટી ડોકટરનો મૃતદેહ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment