Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લેટર વોર શરૂ:કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને લાંભા વોર્ડમાં કેમિકલ માફીયાઓને ટિકિટ ના આપવા લખ્યો પત્ર

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતા જ રાજકીય કાવાદાવા થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મનપાના લાંભા વોર્ડનું રાજકરણ ગરમાયું છે. લાંભા વોર્ડમાં દાવેદારી કરનાર રાહુલ માટીયા સામે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અગાઉ લાંભા વોર્ડનો ઉપપ્રમુખ બનાવતા પણ વિવાદ સર્જાયો હતો રાહુલ માટીયા અને સતીશ ભરવાડ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમની ટિકિટ નક્કી છે એવું કહી ફેક્ટરી માલિકો પાસે ફંડ માગી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ માટીયા સામે અગાઉ નારોલ પોલીસે ગેરકાયદે કેમિકલ છોડતા રાહુલ માટીયા સામે કાર્યવાહી પણ કરી હોવાનું સામે આવ્યું છે. રાહુલ માટીયાને અગાઉ લાંભા વોર્ડનો ઉપપ્રમુખ બનાવતા પણ વિવાદ સર્જાયો હતો. ચૂંટણીમાં ટિકિટ માટે અનેક લોકોએ દાવેદારી કરી છે ત્યારે ભાજપમાં લાંભા વોર્ડમાં ટિકિટ મળ્યા અગાઉ જ દાવેદારી કરનાર યુવક સામે આક્ષેપ કરતો લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ નક્કી છે કહી ડોનેશન માંગી રહ્યા છે આ લેટરમાં લખ્યું છે કે, મણિનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ જે અમી કેમિકલ નામની કંપની ધરાવે છે અને લાંભા વિસ્તારમાં દરેક ફેક્ટરીમાં કેમિકલ તેમના પદના હિસાબે સપ્લાય કરે છે જેને કારણે કેમિકલ ધંધામાં ભાગીદારી ધરાવતા સતિષ ભરવાડ અને તેમનો દીકરો જે ભાજપ લાંબા વોર્ડનો પ્રમુખ છે, તે રાહુલ ભરવાડ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાની ટિકિટ નક્કી છે તેમ કહીને ચૂંટણીમાં ડોનેશન અને ટિકિટ માટે ડોનેશન માંગી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર રહી હારી ચૂકેલા વિક્રમ ભરવાડ અને રમણ ભરવાડ વર્ષ 2015માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. તેમની હેરાનગતિ વધી ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિક્રમ ભરવાડ ઉમેદવાર હતા ત્યારે તે વખતે વિક્રમભાઈની ટિકિટ માટે કર્ણાવતી મહાનગરના મંત્રીઓનું નામ લઇ ડોનેશન માગી રહ્યા હતા. વેપારી એસોસિએશન ખૂબ મોટી રકમ લઈ ગયા હતા અને અત્યારે પણ તેમનું નામ લઇ આગામી ટીકીટ મળવાની છે, જેના નામે ડોનેશન માંગણી કરી રહ્યા છે. પત્ર લખનારે વધુમાં એવું પણ કહ્યું છે કે, અમે હંમેશા ભારતીય જનતા પાર્ટીના સમર્થક અને વરેલા રહીએ છીએ. પાર્ટીનું નામ બદનામ ના થાય જેથી, ખાનગીમાં બંનેની હેરાનગતિને કારણે પત્ર લખી રહ્યા છે. આ પત્ર લીધે અમને હેરાનગતિ ના થાય અને તપાસ કરી યોગ્ય પગલા લેવામાં આવે.આ પત્ર સાથે સતિષ ભરવાડ અને રાહુલ ભરવાડ વિરુદ્ધ થયેલી કાર્યવાહીના કાગળ પણ જોડાણ સાથે મોકલવામાં આવ્યા છે. દિવ્યભાસ્કરે રાહુલ માટીયા સાથે વાત કરી ત્યારે જણાવ્યું હતું કે, દાવેદારી કરી છે પરંતુ, કોઈની પાસે ડોનેશન માંગ્યું નથી.લોકશાહી હોવાથી ફરિયાદ તો જેને કરવી હોય તે કરે.
    Click here to Read More
    Previous Article
    ‘Isn’t about too much water’: Dietitian shares real reason menopause causes sudden bloating; gynaecologist on how to fix it
    Next Article
    IPL: Priyansh Arya chomps into CSK’s listless bowling to help Punjab chase down 210

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment