Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જે અધિકારીના નામે તોડ કર્યો એ જ ફરિયાદી બન્યા:અધિકારીના નામનો દુરુપયોગ કરી લાંચ લેતો ડ્રાઈવર મોમીન પઠાણની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે

    15 hours ago

    ભાવનગર શહેરમાં અશાંતધારો અમલી હોવા છતાં પડદા પાછળ મિલકતના સોદાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા ચકચાર મચી હતી. ક્રેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં હિન્દુ માલિકીના કોમર્શિયલ કોમ્પ્લેક્ષના વેચાણ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની મંજૂરી અપાવવાના બહાને SDMના જ ડ્રાઈવરે લાખો રૂપિયાની માગણી કરી હતી. જે મામલે 17 દિવસ બાદ મદદનીશ કલેક્ટરે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. અધિકારીના નામનો ખોટો ઉપયોગ કરી ડ્રાઈવરની નાણાકીય લેવડ-દેવડ શહેરમાં અશાંતધારા વચ્ચે મિલકત સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને મામલો વધુ ગરમાયો છે. નિલમબાગ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાએ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર કલેકટર કચેરીએ મારૂતિ મેન પાવર એજન્સી મારફતે આઉટસોર્સિંગ હેઠળ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મોમીન એમ.પઠાણે પોતાના હોદાનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. ગત તા. 17 માર્ચ, 2026ના રોજ સાંજના સમયે મોમીન એમ.પઠાણના ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા હતા. આ ઓડિયો-વીડિયોમાં શખ્સ દ્વારા કલેક્ટર કચેરી અને અધિકારીઓના નામ-હોદાનો ખોટો ઉપયોગ કરીને નાણાકીય લેવડ-દેવડ કરતા હોવાના સંવાદ હતો. એટલું જ નહીં, કચેરીના દસ્તાવેજોના અનધિકૃત રીતે ફોટોગ્રાફ લઈ અને તે આધાર પર વાતચીત કરતો હોવાનો પણ ખુલાસો થયો હતો. આરોપી મોમીન પઠાણે દસ્તાવેજો લીક કર્યાં ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મોમીન પઠાણને કોઈપણ સરકારી દસ્તાવેજ કે તેની માહિતી જાહેર કરવાનો અધિકાર ન હોવા છતાં તેણે ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા દસ્તાવેજો લીક કર્યા હતા અને કચેરીના નામે પૈસાની માંગણી કરતો હતો. આ સમગ્ર ઘટનાને ગંભીર ગેરરીતિ ગણાવી મદદનીશ કલેક્ટરે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેના આધારે નિલમબાગ પોલીસે મોમીન એમ.પઠાણ વિરુદ્ધ BNS કલમ 318(2), 212, 204, 228 અને 356 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મદદનીશ કલેક્ટર પ્રતિભા દહીયાની બદલી થઈ અત્રે ઉલ્લેખનીય છે કે, મોમીનનો ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ ભારે ચકચાર મચી હતી. તે પૂર્વે જ ભાવનગરના મદદનીશ કલેકટર પ્રતિભા દહીંયાંની બદલીનો ઓર્ડર રાજસ્થાન થવા પામ્યો હતો, જે ઓર્ડરથી સરકારી કર્મચારી વર્તુળોમાં ચકચાર મચી જવા પામી હતી. મિલકત તબદીલીના મામલે લાંચ લેનાર આરોપીની ધરપકડ ભાવનગર શહેરમાં અશાંતિધારા અમલમાં હોવા છતાં મિલકત તબદીલીના મામલે લાંચ લેનાર આરોપીને આખરે પોલીસે ઝડપી લીધો છે. પૂર્વ પ્રાંત અધિકારી પ્રતિભા દહિયાના ડ્રાઈવર મોમીન પઠાણ વિરુદ્ધ મિલકત તબદીલ કરવા બદલ લાંચ મેળવવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે તેના CCTV પણ વાયરલ થયા હતા. ફરિયાદ નોંધાયાના 17 દિવસ બાદ ભાવનગર LCB પોલીસને બાતમી મળતા આજે મોમીન પઠાણને તેના ઘરેથી ધરપકડ કરી લીધો હતો. પોલીસે તેને નીલમબાગ પોલીસ મથકમાં સોંપ્યો છે અને તેની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આવતીકાલે બપોરે મોમીન પઠાણને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ તેની પૂછપરછમાં મુખ્યત્વે એ વાતની તપાસ કરશે કે, મિલકત તબદીલ કરાવવા માટે તે કોના કહેવાથી અને કોના માટે લાંચ લેતો હતો.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ પુરાવવા બાબતે મારામારી:સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ પર નોકરી કરતા કર્મચારી સાથે મારામારી કરી, પાંચ સામે ફરિયાદ
    Next Article
    India-flagged LPG tanker Green Sanvi crosses Strait of Hormuz, seventh Indian vessel to exit Persian Gulf since early March

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment