Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વરના સીપુરમાં સરપંચ વિરુદ્ધ જાતિ અપમાનની ફરિયાદ:ઘરે એકલી મહિલાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી

    2 days ago

    પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સીપુર ગામે ચૂંટણીની અદાવત રાખી મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગામના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૂળ સીપુર ગામના વતની અને હાલ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા કૈલાશબેન વણકર 30 માર્ચના રોજ પિયર આવ્યા હતા. 31 માર્ચના રોજ સવારે કૈલાશબેન ઘરે એકલા હતા ત્યારે ગામના સરપંચ હરીભાઈ જાદવ ત્યાં આવ્યા હતા. મહિલાએ ઘરે કોઈ સભ્ય હાજર ન હોવાનું જણાવતા સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને ‘હું સરપંચ છું, ગમે તેના ઘરે આવી શકું છું’ તેમ કહી બળજબરીપૂર્વક ઘરમાં પ્રવેશ કર્યો હતો. સરપંચે મહિલાને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને ધમકી આપી હતી કે જો ભવિષ્યમાં મહિલા કે તેમનો ભાઈ વચમાં આવશે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે. પોતાની પાસે પુષ્કળ પૈસા હોવાનો રોફ જમાવી સરપંચ ત્યાંથી રવાના થઈ ગયા હતા. ભયભીત થયેલી મહિલાએ તુરંત 112 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં સામાજિક સમાધાનના પ્રયાસોને કારણે ફરિયાદમાં વિલંબ થયો હતો, પરંતુ અંતે શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હરી જાદવ વિરુદ્ધ BNSS (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા) ની કલમ 173 તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ની કલમ 3(1)(r), 3(1)(s) અને 3(2)(va) મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો:પેટ્રોલના 450, ડીઝલ 500 રૂપિયે લીટર; ઈરાન યુદ્ધની અસર
    Next Article
    IPL 2026 Live: Mhatre Scripts History, Also Joins Sooryavanshi, Shaw In Elite List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment