Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં કમોસમી વરસાદ, લસણના પાકને ભારે નુકસાન:વેરાવળના સવની સહિતના ગામોમાં ખેડૂતોની મહેનત પર પાણી

    3 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વેરાવળ તાલુકાના સવની, ઇશ્વરીયા, મંડોર અને દેવળી સહિતના ગામોમાં લસણના તૈયાર પાકને ભારે અસર પહોંચી છે. વહેલી સવારે લગભગ એક ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. આનાથી લસણના પાથરા પલળી ગયા છે અને પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. પાંચ મહિનાની મહેનત બાદ તૈયાર થયેલો પાક બગડતા ખેડૂતો ચિંતિત છે, કારણ કે ઘણા ખેડૂતો માટે આ પાક જ વર્ષભરની આવકનો મુખ્ય સ્ત્રોત છે. સવની ગામના ખેડૂત જયેશભાઈ ઝાલાએ જણાવ્યું કે, લસણના એક વીઘા પાક પાછળ અંદાજે 12થી 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં બિયારણ, દવા અને મજૂરીનો સમાવેશ થાય છે. વર્તમાન પરિસ્થિતિમાં પાક બગડવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, મહિનાઓની મહેનત બાદ પાક તૈયાર કર્યો હતો, પરંતુ એક જ વરસાદે બધું બગાડી નાખ્યું છે. તેઓ હવે સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે લસણની ગુણવત્તા પર સીધી અસર પડી રહી છે. કૃષિ નિષ્ણાતોના મતે, જો આગામી દિવસોમાં વાતાવરણ સ્વચ્છ નહીં રહે તો નુકસાન વધુ ગંભીર બની શકે છે. આ મુશ્કેલી વચ્ચે અસરગ્રસ્ત ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માંગ કરી છે. ખેડૂતોની અપેક્ષા છે કે પાક નુકસાનીનું સર્વેક્ષણ કરીને તેમને યોગ્ય વળતર આપવામાં આવે, જેથી આર્થિક સંકટમાંથી રાહત મળી શકે. અન્ય એક ખેડૂત સાજણભાઈ ગરચરે જણાવ્યું કે, લસણના પાથરા પાણીમાં પલળી ગયા છે અને હવે વેચાણ યોગ્ય પાક બચશે કે કેમ તે અંગે શંકા છે. હાલ ખેડૂતો સરકાર તરફથી તાત્કાલિક સહાયની રાહ જોઈ રહ્યા છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો ગીર સોમનાથના ખેડૂતો માટે આ કમોસમી વરસાદ આર્થિક સંકટનું કારણ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    The chilling stories of famous figures who simply vanished
    Next Article
    સુરતમાં થશે બુલેટ ટ્રેનોનું રિપેરિંગ:સ્ટેશનથી માત્ર 2 કિમી દૂર 27 હેક્ટરમાં બની રહ્યો છે ‘રોલિંગ સ્ટોક ડેપો’; અત્યાધુનિક સાધનોથી હશે સજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment