Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચે શહીદોને શ્રદ્ધાંજલિ આપી:એટ્રોસિટી એક્ટના સંપૂર્ણ અમલ માટે જીવ ગુમાવનાર યુવાનોને યાદ કરાયા

    10 hours ago

    બોટાદ શહેરમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમ એટ્રોસિટી એક્ટના સંપૂર્ણ અમલ માટે જીવ ગુમાવનાર દલિત સમાજના યુવાનોની યાદમાં યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલ 2018ના રોજ સુપ્રીમ કોર્ટના એક નિર્ણય બાદ એટ્રોસિટી એક્ટની કેટલીક કાયદાકીય જોગવાઈઓમાં ફેરફાર કરાયા હતા. આ કાયદાને ફરીથી સંપૂર્ણપણે લાગુ કરવાની માંગ સાથે થયેલા આંદોલનો દરમિયાન દલિત સમાજના કેટલાક યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી સહિત વિઠ્ઠલભાઈ સાપરિયા, મુકેશભાઈ પરમાર, કેશવભાઈ મકવાણા, રતિલાલભાઈ ચૌહાણ, જેરામભાઈ તાવિયા, પ્રેમજીભાઈ પરમાર, વિપુલભાઈ વાઘેલા, ઈમ્તિયાઝભાઈ કુરેશી, સિકંદરભાઈ જોખિયા, ઝાકિરભાઈ સંધી, બાબુભાઈ બથવાર, કિશોરભાઈ મકવાણા, દયાળભાઈ વાજા, હરગોવિંદભાઈ સાબળિયા અને નરેન્દ્રભાઈ બગડા જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    યંગ જાયન્ટ્સ બોટાદે મંદબુદ્ધિ આશ્રમમાં ભોજન કરાવ્યું:સ્વ. પ્રવિણચંદ્ર દોશીની પુણ્યતિથિ અને વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ નિમિત્તે
    Next Article
    Trump's Iran 'Knocked Out' Claim Blown Up by US Intel On Missiles, Drones

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment