Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીની જાહેરાત થતા ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા:નિઝામપુરામાં પાણીથી ત્રસ્ત રહીશોનો વિરોધ, ‘નોટા’માં મતદાન કરવાની આપી ચીમકી

    4 days ago

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ શહેરના વોર્ડ નંબર-1માં આવેલા નિઝામપુરા વિસ્તારમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અહીં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને પોસ્ટર અને બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીની બહાર મોટા બોર્ડ લગાવીને રહીશોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, “જ્યાં સુધી પાણી નહીં, ત્યાં સુધી વોટ નહીં.” સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. 30 વર્ષથી ભાજપના શાસનમાં પણ પાણીથી વંચિત છીએ: સ્થાનિક રહીશ એક સ્થાનિક રહીશે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે અમે મત આપીએ છીએ ત્યારે અમારી પ્રાથમિક જરૂરિયાત ગટર, પાણી અને રોડ-રસ્તાની સુવિધા મળવી જોઈએ. અમે છેલ્લા 30 વર્ષથી ભાજપના શાસનમાં હોવા છતાં પ્રાથમિક જરૂરિયાત એવા પીવાના પાણીથી વંચિત છીએ. સ્થાનિક કોર્પોરેટરને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ‘જો યોગ્ય ઉમેદવાર નહીં હોય તો અમે નોટામાં મતદાન કરીશું’ રહીશે વધુમાં જણાવ્યું કે, વર્તમાન ધારાસભ્ય કેયુર રોકડિયા જ્યારે 2022માં મેયર હતા, ત્યારે પણ અમે રજૂઆત કરી હતી. તે સમયે તેમણે આશ્વાસન આપ્યું હતું, છતાં આજે પણ પાણીની સમસ્યા જૈસે થે છે. ધારાસભ્ય બન્યા બાદ તેમને પત્ર લખી રજૂઆત કરતા તેમણે પોતાની ગ્રાન્ટમાંથી ફાળવણી કરી સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ કામ થયું નથી. જો આ ચૂંટણીમાં કોઈ નિષ્ઠાવાન વ્યક્તિ ઉમેદવાર તરીકે નહીં હોય, તો અમે ચોક્કસપણે ‘નોટા’માં મતદાન કરીશું. કામ કરશે તેને જ અમારો વોટ મળશે: સમીરભાઈ અન્ય એક સ્થાનિક રહીશ સમીરભાઈએ જણાવ્યું હતું કે, અમને છેલ્લા 30 વર્ષથી પાણીની સમસ્યા છે. છેલ્લા 10 વર્ષથી તો અમે સતત રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. કોર્પોરેશન પાસે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ અહીં આયોજનનો (પ્લાનિંગનો) અભાવ છે. જે નેતા અમારું કામ કરશે, તેને ચોક્કસથી વોટ મળશે.
    Click here to Read More
    Previous Article
    રમકડાંના વેપારીની રાજાને શીખ:પ્રેરક કથા: જો આપણે યોગ્ય રીતે સાંભળતાં, સમજતાં અને બોલતાં શીખી જઈએ, તો જીવન સફળ અને સંતુલિત થઈ જશે
    Next Article
    અમદાવાદ, સુરતમાં ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે:ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા બે ફોર્મ ભરવાના રહેશે, વડોદરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનર લાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment