Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:તાપી જિલ્લામાં ચૂંટણી તૈયારીઓ તેજ, નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

    11 hours ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ની જાહેરાત બાદ તાપી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. એપ્રિલ-2026માં યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ વ્યારા નગરપાલિકાની ચૂંટણીને નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. તાપીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર નિશાંત કુગાશિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ વિભાગો સંકલન સાથે જવાબદારીપૂર્વક કામગીરી કરે અને આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન કાયદો-સૂકાન જળવાઈ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા, મેનપાવર, ટ્રાન્સપોર્ટ અને EVM મેનેજમેન્ટ અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. SVEEP કાર્યક્રમ હેઠળ મતદાર જાગૃતિ વધારવા વિવિધ પ્રયાસો હાથ ધરવા પર ભાર મૂકાયો હતો. આ સાથે IT સિસ્ટમ, ઈ-ડેશબોર્ડ અને SMS મોનીટરીંગ દ્વારા ઝડપી કામગીરી સુનિશ્ચિત કરવા તેમજ ફરિયાદો માટે હેલ્પલાઈન સક્રિય રાખવાની ચર્ચા પણ થઈ હતી. બેઠકમાં બેલેટ પેપર છાપકામ, મીડિયા સંકલન, ચૂંટણી નિરીક્ષકો સાથે તાલમેલ તેમજ સ્થળાંતરિત મતદારો માટેની સુવિધાઓ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં તમામ સંબંધિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 01.04.2026ના રોજ ચૂંટણીની જાહેરાત કરાઈ હતી. તા. 26.04.2026ના રોજ મતદાન અને તા. 28.04.2026ના રોજ મતગણતરી યોજાશે. રાજ્યભરમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સાથે કેટલીક બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ, સુરતમાં ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે:ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા બે ફોર્મ ભરવાના રહેશે, છેલ્લી ત્રણ ચૂંટણી લડ્યાની માહિતી ભરવી પડશે
    Next Article
    Oracle Office In Dubai Hit In Iran Strikes? What UAE Said

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment