Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવન્થ ડેના સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીરને જામીન:રાજ્ય સરકારે જામીન અરજીનો સખત વિરોધ કર્યો, મૃતક પણ આરોપી કિશોરને હેરાન કરતો હોવાનો રિપોર્ટ

    9 hours ago

    અમદાવાદના બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની જામીન અરજી અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ ચિલ્ડ્રન કોર્ટે ફગાવી નાખ્યા બાદ, આ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઈ હતી. હાઇકોર્ટે આ અરજીને મંજૂર રાખતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને જામીન આપ્યા છે. આ પણ વાંચો: અગાઉ ઝઘડો થતાં શિક્ષકોએ કહ્યું હતું, 'એકબીજાને સોરી બોલી દો’, સેવન્થ ડે સ્કૂલે કર્યો હતો ઢાંકપિછોડો ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સમક્ષ રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર અગાઉ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી ગયો હતો. વળી હત્યાની ઘટના પહેલા મૃતક કિશોર પણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને હેરાન કરતો હતો. હત્યાની ઘટના બાદ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને સેવન્થ ડે સ્કૂલે કાઢી મૂક્યો છે, તે ગુસ્સા વાળા સ્વભાવનો છે. 17 જેટલા સાક્ષીને ચકાસવામાં આવ્યા આ કેસની ટ્રાયલ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ચાલુ થઈ ગઈ છે. ચાર્જશીટમાં કુલ 55 સાક્ષી છે, જે પૈકી 17 જેટલા સાક્ષીને ચકાસવામાં આવ્યા છે. પ્રોબેશન ઓફિસરે હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ મૂક્યો હતો. રાજ્ય સરકારે ગુનાની ગંભીરતાને ટાંકીને જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. મૃતક સગીરની માતાના વકીલે પણ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓને વિગતવાર ટાંકીને સમજાવ્યું હતું કે તેનો હેતુ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકમાં સુધાર લાવવાનો અને તેનું પુનર્વસન કરવાનો છે. કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પોતે સ્કૂલે જતું બાળક છે અને કેસ ચાલવામાં સમય લાગશે તે બાબતને ધ્યાનમાં રાખીને, કિશોરને તેના પિતા દ્વારા 10 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવાની શરતે જામીન પર મુક્ત કરવામાં આવે છે. શું હતી ઘટના? ​​​​​​​અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને બોક્સ કટર મારી દીધું હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.
    Click here to Read More
    Previous Article
    Ajinkya Rahane lashes out at critics over strike-rate talk amid KKR’s loss to SRH: ‘They don’t like to watch me play’
    Next Article
    અમદાવાદ, સુરતમાં ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે:ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા બે ફોર્મ ભરવાના રહેશે, છેલ્લી ત્રણ ચૂંટણી લડ્યાની માહિતી ભરવી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment