Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોર્પોરેટર ઉદ્ઘાટન સમયે ફોટા પડાવવા જ આવે છે':અહીં વિકાસના દાવા થાય છે પણ ક્યાંય દેખાતો નથી, ચૂંટણી નજીક આવતા મતદારોએ પિત્તો ગુમાવ્યો

    4 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે તમામ પાર્ટીએ તૈયારી તેજ કરી દીધી છે. ત્યારે 5 વર્ષ દરમિયાન જનતાના પ્રતિનિધિઓએ જનતા માટે કેટલો વિકાસ કર્યો છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કર વેજલપુર વોર્ડમાં પહોંચ્યું હતું. 5 વર્ષમાં મતદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જનપ્રતિનિધિઓએ કોઈ મહેનત કરી છે કે નહીં તેમજ જનપ્રતિનિધિનો ચૂંટણી બાદનો રિપોર્ટ કેવો છે તે જાણવાનો દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20 વર્ષથી ભાજપનું શાસન અને વેજલપુર વોર્ડમાં તમામ કોર્પોરેટર ભાજપના હોવા છતાં લોકોએ સમસ્યાઓને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કરોડોનું બજેટ ધારાસભ્ય પણ ભાજપના છતાં નાગરિકો પ્રાથમિક સુવિધાને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. વર્ષો જૂની પાણી ભરાવવાની સમસ્યાનો નિકાલ લાવવામાં પણ કોર્પોરેટર નિષ્ફળ ગયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અનેક રજૂઆત કરવા છતાં ગટર ઉભરાવવાની, પાણી ભરાવવાની, બ્રિજની ધીમી કામગીરી જેવી સમસ્યાથી નાગરિકો આજે પણ હાલાકીમાં વેઠવવા મજબૂત બન્યા છે. 5 વર્ષમાં જનપ્રતિનિધિઓએ કેટલો વિકાસ કર્યો તે પૂછવા માટે દિવ્ય ભાસ્કર જ્યારે પહોંચ્યું ત્યારે મતદારોએ સમસ્યાઓનો મારો કરી દીધો. અમારો વિસ્તાર તો અમદાવાદ શહેરની બહારનો હોય એવું લાગે છે- વિપુલ ત્રિવેદી વેજલપુર વોર્ડના રહેવાસી વિપુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વેજલપુર બોર્ડ જાણે અમદાવાદ શહેરની બહારનો વિસ્તાર હોય એવું લાગી રહ્યું છે. તાલુકામાં આવતું હોય તેવી અનુભૂતિ વર્ષોથી કરી રહ્યા છીએ. વેજલપુર વોર્ડમાં શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જીવરાજપાર્ક ચાર રસ્તા પર સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે ત્યાં લાઇટનો અભાવ છે. ટ્રાફિકની સમસ્યા તો એટલી હદે છે કે કંટાળી ગયા છીએ. વેજલપુર વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્ય છે પરંતુ જાણે આ વિસ્તાર સરળતાથી જીતી જતા હોય અમારી સમસ્યા સામે કોઈ ધ્યાન આપતું નથી. નેતાઓ ઉદ્ઘાટન સમયે જ હાજર રહે છે- રક્ષિત વેજલપુર વોર્ડના રહેવાસી રક્ષિતભાઈએ જણાવ્યું હતું કે, વેજલપુર વોર્ડમાં ઘણા સમયથી ખાનગી શાળાઓ બની રહી છે, પરંતુ સરકારી શાળા બની રહી નથી. બીજા વોર્ડમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ બની રહી છે પરંતુ વેજલપુર વોર્ડમાં સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. કોર્પોરેટરને વોટ આપીને જીતાડીએ છીએ પરંતુ તે લોકો શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રમાં પણ જરાય પણ ધ્યાન આપતા નથી. કોર્પોરેટરો માત્ર અને માત્ર ઈનોગ્રેશનમાં અને ફોટા પડાવતી વખતે જ તેમની હાજરી જોવા મળતી હોય છે. ક્યાંય પણ વિકાસલક્ષી કામગીરી કરતા જોવા મળતા નથી. લોકોને રજૂઆત સાંભળવાનું તો દૂર પરંતુ ફોન પણ ઉપાડતા નથી અને ફોન પર ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોય છે. વેજલપુરમાં વિકાસના દાવા થાય છે પણ ક્યાંય દેખાતો નથી- પ્રકાશ પંડ્યા વેજલપુર વોર્ડમાં રહેતા પ્રકાશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, વેજલપુર વોર્ડમાં કહેવાય છે કે ઘણો વિકાસ કર્યો છે પરંતુ ક્યાય પણ દેખાતો નથી. અમારો સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમારી સોસાયટીમાં એક ઇંચ પણ વરસાદ પડે તો ઘરમાં પાણી ઘૂસી જાય છે. તેમજ આસપાસની દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે. પાણીના નિકાલની અનેક વખત અરજીઓ કરી છે પરંતુ તેનો નિકાલ આવતો નથી. વરસાદ સમયે પાણી ભરાવાથી ગાડીઓ બંધ થઈ જાય છે. અનેક વખત રજૂઆત કરવા છતાં તેનો કોઈ નિકાલ આવતો નથી. ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ક્યાં વાપરવી તે બધું કોર્પોરેટરના હાથમાં હોય છે, ક્યાં ગોઠવવું અને કઈ રીતે ગોઠવવો એ સૌ કોઈ જાણે છે. વેજલપુર વોર્ડનો વિકાસ જેવો થવો જોઈએ તેવો થયો જ નથી. 27 વર્ષથી નેતાઓ પાણીની સમસ્યાનો નિકાલ લાવી શક્યા નથી- રાજેન્દ્ર પરમાર રાજેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે, શ્રીનંદ નગર વિભાગ 1,2,3,4, વેજલપુર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ચોમાસામાં ખૂબ જ પાણી ભરાઈ જાય છે. આજ દિન સુધી અનેક નેતાઓ આવ્યા અને અમે રજૂઆત કરી કે આનો નિકાલ લાવો. છેલ્લા 27 વર્ષથી એક પણ નેતાએ પાણીની સમસ્યાનો નિકાલ લાવ્યો નથી. ફરિયાદ કરીએ ત્યારે કોર્પોરેશનમાંથી ટીમ મોકલી અને પાણીનો નિકાલ લાવી દે છે. પરંતુ કાયમી ઉકેલ લાવવા કોઈ કામ કરવામાં આવતું નથી. ચોમાસામાં ઘરમાં પાણી ભરાઈ જાય છે આખી રાત પાણીમાં બેસી રહેવું પડે છે. જે બાદ ફાયર ફાઈટર આવે અને પાણીનો નિકાલ કરે ત્યાં સુધી રાહ જોવી પડે છે. કોર્પોરેટરો નિકાલ કરવાનું વચન તો આપે છે પરંતુ કામ થતું નથી. ગોકળગતિએ ચાલતા બ્રિજની કામગીરીના કારણે પરેશાનીઃ પ્રકાશ શ્રીમાળી વેજલપુર વોર્ડના રહેવાસી પ્રકાશભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી વેજલપુરમાં બની રહેલો બ્રિજની કામગીરી પૂરી થતી નથી. તેના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ છે. આસપાસના લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાર્કિંગની પણ કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી. બ્રિજની કામગીરી પૂરી ન થતા ટ્રાફિકની સમસ્યાથી કંટાળી ગયા છીએ. જે લોકોના રસ્તા પર ઘર છે તે લોકો તો કંટાળી ગયા છે. લોકો તો ઘર છોડીને જતા પણ રહ્યા છે. કારણકે આટલો બધો ટ્રાફિકમાં કોણ રહેવું પસંદ કરે ? કોર્પોરેટરો ક્યારે પણ કોઈના ફોન પણ ઉપાડતા નથી અને રજૂઆત અનેક વખત કરી પરંતુ કોઈ સાંભળવા વાળું હોવું જોઈએ ને. બ્રિજની કામગીરી કેટલે પહોંચી છે તે પણ કોઈ જોવા આવતું નથી. 'રોડ પર રોડ બનાવી દેવાતા પાણી ભરાવાની સમસ્યા' ગાયત્રી સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડનો વિકાસ તો થયો છે પરંતુ તેની સામે ખાડા પણ એટલા જ પડેલા છે. ફૂટપાથ જે બનાવ્યું છે તે તો દુકાનદારોને ધંધો કરવા માટે બનાવ્યું હોય એવું લાગે છે. મંદિરની આગળ જ ફુટપાથ પર લોકો પાર્કિંગ કરીને જતા રહે છે. ગાયત્રીનગર સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી પાણી ભરાય છે. પાણી ભરાવાનું કારણ એ છે કે રોડ ખોદતા નથી અને રોડ પર રોડ બનાવવામાં આવી રહ્યા છે. ત્રણ ત્રણ ફૂટ રોડ ઊંચા થઈ જતા સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે. પક્ષ હોય તે વિરોધ પક્ષ પાણીનો નિકાલ લાવવા માટે કોઈપણ કામ કરતા નથી. રજૂઆત તો લેખિત પણ કરી ફોટો પણ આપ્યા છતાં આજ સુધી કશું થતું નથી. કોર્પોરેટર અને ધારાસભ્ય આવે તેવું કહે છે કે થઈ જશે થઈ જશે પરંતુ કામ થતું નથી. એવું પણ કહે છે કે તમારે સોસાયટી ખાડામાં છે પરંતુ જે તે સમયે અમારી સોસાયટી ખાડામાં ન હતી પરંતુ રોડ ત્રણ ફૂટ ઊંચા કરી દેતા સોસાયટી ખાડામાં જતી રહી છે. ગટરો ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન મહેન્દ્રભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારી પાણીની સમસ્યા છે ઘણા લોકો આવીને જતા રહ્યા પરંતુ અમારી સમસ્યા દૂર થતી નથી. પાણીના નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. ગટરના પાણી ઉભરાવાથી અમારા માટે તો કાયમી ચોમાસું છે. ચોમાસામાં તો દૂર પરંતુ ઉનાળામાં પણ રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ. પરંતુ કોઈ પણ જોવા આવતું નથી. જોવા માટે આવે છે પરંતુ જોયા બાદ આવતીકાલે થઈ જશે તેવું આશ્વાસન આપી પરત આવતા જ નથી. ફોટા પણ પાડી જાય છે પરંતુ આગળની કોઈ કાર્યવાહી કરતા નથી. અમારો સોસાયટીનું ગટરના પાણી સોસાયટીની બહાર જતા જ નથી. કોર્પોરેશન જો સોસાયટીની બહાર પાણી નીકળવાનો રસ્તો કરી આપે તો અમારા સોસાયટીના ગટરના પાણી સોસાયટીમાં ન ભરાય. શ્રીનંદનગરના રહેવાસી મગનભાઈએ જણાવ્યું હતું કે, મોટો મોટો વિકાસ થયો છે. પરંતુ પાણી ભરવાની સમસ્યાનો કોઈ નિકાલ થતો નથી. ગટરો પણ ઉભરાઈ જે છે જેમાં કારણ ગંદકીમાંથી પસાર થવું પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જોવા માટે આવે છે પરંતુ સમસ્યાનો કોઈ નિકાલ કરતા નથી. રજૂઆત કરી કરીને હવે તો થાકી ગયા છીએ. ફોટો પાડીને અધિકારીઓ જતા રહે છે પરંતુ કામ કરતા નથી. બહારની ગટર લાઇનનું પાણી ઉભરાય છે અને પાણી અમારી સોસાયટીમાં આવી જાય છે. ચોમાસામાં તો ઘૂંટણ અને કમર સુધી પાણી ભરાયેલા હોય છે. મંદિર હોવા છતાં ગંદકીમાંથી પસાર થઈને દર્શન કરવા જવું પડે છે. ચારે બાજુ ગટર જ ઉભરાઈ જાય છે. બધાને રજૂઆત કરીએ છીએ પરંતુ કોઈ પણ સાંભળતું નથી. રેખાબેને જણાવ્યું હતું કે, અમારે સૌથી મોટી સમસ્યા ગટરની છે. દરરોજ ગટર ઉભરાય છે જેના કારણે છોકરાઓ પણ પડી જાય છે. ગટરના પાણી ભરાતા મચ્છર પણ કરડે છે અને ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે હું પણ અત્યારે બીમાર છું અને મારે પણ બાટલા ચડે છે. ચોમાસામાં તો કમર સુધી પાણી ભરાઈ જાય છે જેથી બહાર જ નીકળી શકતા નથી. અનેક વખત રજૂઆત કરી છે પરંતુ જોવા કોઈપણ આવતું નથી. ચૂંટણી સમયે વાયદાઓ કરી કરીને જતા રહે છે પરંતુ તે બાદ દેખાતા જ નથી. એ લોકોને ગરજ હોય ત્યારે જ આવે છે બાકી આવતા જ નથી. આકાશ પરમારે જણાવ્યું હતું કે, વિકાસ થયો છે પરંતુ ડ્રેનેજ લાઇનની સૌથી મોટી સમસ્યા આ વિસ્તારમાં છે. એવી સ્થિતિ સર્જાઈ છે કે ગટરના પાણીમાંથી જ પસાર થવું પડે છે. ગટરના પાણી ભરાઈ જવાથી મચ્છરનો ત્રાસ વધી જાય છે. જેથી નાના છોકરાઓ બીમાર પણ પડી જાય છે.
    Click here to Read More
    Previous Article
    ઓસ્ટ્રિયાએ અમેરિકાને એરસ્પેસ આપવાની ના પાડી:ઇટાલી-ફ્રાન્સ અને સ્પેન પણ ના પાડી ચૂક્યા છે; ઇરાનમાં ₹3,800 કરોડનો પુલ તબાહ
    Next Article
    State has enough resources, subsidies to continue: Cheema

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment