Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણાના દશામાતા મંદિરે ચૈત્ર પૂનમે યજ્ઞ યોજાયો:કુંવાસીઓ અને શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ પીરસી પરંપરા જાળવી

    11 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી દશામાતા મંદિરે ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે ભક્ત પરિવારો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામની કુંવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદનું પણ વિતરણ કરાયું હતું. ગામમાં નહેર રોડ પર આવેલું આ દશામાતા મંદિર ઠાકોર પરિવારો સહિત અન્ય સમાજના લોકો માટે શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે. છેલ્લા ૧૧ વર્ષથી દર ચૈત્રી પૂનમે માતાજીના ઉપાસક દિનેશભાઈ સદાજી ઠાકોર અને અન્ય ભક્તો દ્વારા અહીં યજ્ઞ કરવામાં આવે છે. આ વર્ષે ગુરુવારે ચૈત્રી પૂનમ નિમિત્તે એક ચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં બહાદુરસિંહ ભીખુજી રાઠોડ યજમાન પદે બિરાજમાન થયા હતા, જ્યારે પંડિત અજીતભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ સંપન્ન કરાવાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને યજ્ઞનો લાભ લીધો હતો. યજ્ઞ બાદ ગામની તમામ કુંવાસીઓ અને શાળાના બાળકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત, માતાજીના મંદિર પાસે આવેલા રામદેવપીર મંદિરમાં પણ દર પૂનમે ભજન કીર્તનનું આયોજન થાય છે. ગુરુવારે સેવાળા ગામની ભજન મંડળી દ્વારા ભજન કીર્તન રજૂ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દાહોદની ઠક્કરબાપા શાળામાં વાર્ષિકોત્સવ:દાતાએ માતૃશ્રીની સ્મૃતિમાં પ્રોત્સાહિત કર્યા, 11 પંખાની ભેટ; 200 વિદ્યાર્થીઓ સન્માનિત
    Next Article
    મિલ્ક પનીર છે કે એનાલોગ, હોટલ-રેસ્ટોરન્ટમાં ફરજિયાત બોર્ડ લાગશે:નકલી, સબ-સ્ટાન્ડર્ડ પનીરનું વેચાણ રોકવા સરકાર એક્શન મોડમાં; અસલી પનીરને આ રીતે ઓળખો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment