Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુત્રાપાડાના કદવાર ગામે બોગસ ડોક્ટર ઝડપાયો:ડિગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હતો

    4 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં બોગસ ડોકટરો સામે પોલીસ દ્વારા કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુત્રાપાડા તાલુકાના કદવાર ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા આ ઈસમને પોલીસે રંગેહાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે આ કાર્યવાહી કરી હતી. સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા અને પી.એસ.આઈ. આર.એસ. સુવાનીની ટીમ મેડિકલ અધિકારી પ્રવીતાબેન દાહીમાને સાથે રાખી કદવાર ગામે પહોંચી હતી અને શંકાસ્પદ દવાખાના પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન શબ્બીર એમનભાઈ મહિડા (ઉંમર 36, રહે. પ્રભાસ પાટણ) નામનો ઈસમ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથીક દવાઓ આપી દર્દીઓને સારવાર આપતો ઝડપાયો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો હતો અને સ્થાનિક લોકો તેના પર વિશ્વાસ રાખીને સારવાર લેતા હતા. પોલીસે સ્થળ પરથી વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ 11 નંગ સામગ્રી, જેની કિંમત આશરે રૂ. 7,860 છે, તે કબ્જે કરી હતી. આરોપી વિરુદ્ધ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની મર્યાદિત સુવિધાઓને કારણે લોકો ઘણીવાર બોગસ ડોકટરોના ભરોસે રહે છે. આવી સ્થિતિમાં અજાણતા લોકો પોતાના આરોગ્ય સાથે ગંભીર જોખમ લેતા હોય છે. નિષ્ણાતોના મતે, ગેરકાયદેસર રીતે આપવામાં આવતી દવાઓથી ગંભીર આડઅસરો અથવા જાનહાની પણ થઈ શકે છે. ગીર સોમનાથ પોલીસ અને તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની અને પરિવારની સુરક્ષા માટે હંમેશા માન્ય અને નોંધાયેલ ડોકટરોનો જ સંપર્ક કરે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:AMTSએ અકસ્માત સર્જતા લોકોએ તોડફોડ કરી, મનપાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવવા ભાજપમાં ધમધમાટ
    Next Article
    જૂનાગઢ ગિરનાર તળેટી અને શહેરમાં હનુમાન જન્મોત્સવ:જૂનાગઢમાં હનુમાન જન્મોત્સવની ધૂમ: લંબે હનુમાનને 21,000 લાડુનો ભોગ અને 11 કિલો ચાંદીના આભૂષણો, સરખડીયા હનુમાનજીએ ધરાવાયો 56 ભોગ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment