Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના રામનગરમાં ત્રિદેવાલય નવદશ પાટોત્સવનો પ્રારંભ:હવન શરૂ, શ્રીફળ હોમ સાથે પૂર્ણાહુતિ થશે; મહાઆરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા

    4 days ago

    હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં રામેશ્વર મંદિરના પરિસરમાં આજે ત્રિદેવાલય નવદશ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે આ પાટોત્સવના હવનનો પ્રારંભ થયો હતો. રામનગર સોસાયટી પરિવાર દ્વારા ગુરુવારે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પવિત્ર દિવસે દુઃખ ભંજન દાદા હનુમાનજી, ચૌદ ભુવનની ભુવનેશ્વરી જગત જનની મા જગદંબા અને શ્રી શનિદેવના ત્રિદેવાલયનો સંયુક્ત નવદશ પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પાટોત્સવ હવનનો પ્રારંભ મુખ્ય યજમાન મુકેશભાઈ ઈશ્વરભાઈ પંચાલના હસ્તે થયો હતો. આચાર્ય વિહાર જયંતિલાલ જોશીની ઉપસ્થિતિમાં વૈદિક શાસ્ત્રોક્ત વિધિ-વિધાન, પૂજન-અર્ચન અને આરાધના સાથે હવન શરૂ કરવામાં આવ્યો હતો. બપોરે 12:30 કલાકે શ્રીફળ હોમ સાથે હવનની પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પના ભાષણ પછી સોના-ચાંદીના ભાવ તૂટ્યા:ચાંદી એક જ દિવસમાં ₹11,900 સસ્તી થઈ, સોનામાં 3200 રૂપિયાનો ઘટાડો, જાણો આજનો ભાવ
    Next Article
    ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ:આજે 6 વોર્ડના કાર્યકર્તા દાવેદારી નોંધાવશે, પૂર્વ મેયર ડવ અમદાવાદના નિરીક્ષક હોવાથી તેમનું ફોર્મ પ્રતિનિધિ રજૂ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment