Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધર્મોત્સવ:છોટીકાશી જામનગરમાં તામિલ લોકો દ્વારા કાર્તિક ભગવાનની પંગુલ ઉજવણી અંતર્ગત શોભાયાત્રા

    5 days ago

    છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરમાં દેશના તમામ રાજ્યના તહેવારો ધર્મભાવ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે ભગવાન અયપ્પા સ્વામીની જયંતી નિમિતે દક્ષિણ ભારતીય સમુદાય અને સ્થાનિક શ્રધ્ધાળુઓ દ્વારા અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તામિલ લોકો બુધવારના સવારમાં પીળા વસ્ત્રો પરિધાન કરીને કાર્તિક ભગવાનની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં શહેરના પંચેશ્વર ટાવરથી લઈને પદયાત્રા જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલા કાર્તિક સ્વામીના મંદિરે યાત્રા પુર્ણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં તામિલ લોકો ઉપરાંત સ્થાનિક શ્રધ્ધાળુઓ પણ જોડાયા હતા. આ યાત્રામાં કાર્તિક સ્વામીની પાલખી પણ હોય અને તામિલ લોકોએ પોતાની ભાષામાં જય જય કારા તેમજ ભજન-કીર્તન સાથે કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયા તેમાં તામિલ લોકો પોતાની માનતાઓ પણ ઉતારતા હોય છે, જેમાં ગાલમાંથી સળીયા તેમજ જીભમાં સોય સહિત રાખીને યાત્રામાં કાર્તિક સ્વામીના મંદિર સુધી પહોંચે છે. પરંતુ આ વર્ષે આવા મનતવાળા ઓછા લોકો હતાં. પરંતુ અન્ય શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો મહિલાઓ માથે કળશ ઉપાડીને આ યાત્રામાં જોડાઈ હતી. આ યાત્રા કાર્તિક સ્વામીના મંદિરે પહોંચી ત્યાં સાંજના મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં તામિલ લોકોએ લાભ લીધો હતો. જેમાં શહેર ઉપરાંત ખાનગી કંપનીઓમાં નોકરીઓ કરતા પણ અમુક તામિલ લોકો આ યાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:જામનગરમાં પત્નીને પુત્રી સાથે મૂકી ત્રાસ આપતા પતિ-સાસુ
    Next Article
    સત્તા માટે નહીં‎ સમસ્યાના ઉકેલ માટે મતદાન‎:ચૂંટણીની તૈયારી માટે માત્ર 25 દિવસનો સમય, અગાઉ 36 દિ'' મળ્યા''તા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment