Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદ:કોર્ટના નિર્ણય વિરુદ્ધ બીસીએની એપેક્ષ બેઠક બોલાવાયાનો આક્ષેપ

    5 days ago

    બીસીએની ચૂંટણીમાં 4 ઉમેદવારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા, જે મામલો પેન્ડિંગ છે. દરમિયાન હાલના સેક્રેટરીએ એપેક્ષ સભ્યોને મિટિંગ માટે બોલાવતાં વિવાદ થયો હતો. રોયલ-સત્યમેવ જયતે ગ્રૂપના સભ્યોએ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અને ખોટી રીતે મિટિંગ બોલાવ્યાના આક્ષેપ કર્યા હતા. કોર્ટના ઓર્ડરમાં ઉલ્લેખ હતો કે, નવી ઓફિસ બેરરની બોડી ન બને ત્યાં સુધી હાલની એપેક્ષ બોડી ફક્ત કેરટેકર તરીકે કામ કરશે. જોકે એપેક્ષ સભ્યોને ઈ-મેલ કરી 3 એપ્રિલે સાંજે 4 વાગે મિટિંગ માટે બોલાવાયા છે. જોકે તેમાં કોઈ એજન્ડા જણાવ્યો નથી. જ્યારે હાલ જે એપેક્ષ બોડીમાં છે અને ચૂંટણી લડી ચૂક્યા છે, તેમને આમંત્રણ અપાયું નહોતું. બીજી બાજુ રોયલ-સત્યમેવ જયતે ગ્રૂપે કહ્યું કે, એપેક્ષની મિટિંગ બોલાવવાની જરૂર જ નથી. આ કોર્ટની અવગણના છે. બીસીએના અન્ય સભ્યોએ કહ્યું કે, ક્રિકેટિંગ માટે મળી રહ્યા છીએ. છેલ્લી એપેક્ષ મિટિંગ 2 જાન્યુઆરીએ મળી હતી. લાંબા સમયથી મિટિંગ રખાઈ નહોતી, કોર્ટના હુકમ અને નિયમ મુજબ જ કામ કરીશું રોજિંદા ખર્ચ મંજૂર કરવાના છે. એજન્ડા નક્કી કરી આગળની મિટિંગ થશે. કોર્ટના હુકમ-નિયમ મુજબ કામ કરીશું.> અજિત લેલે, સેક્રેટરી, બીસીએ એપેક્ષની મિટિંગ બોલાવવી એ ખોટું છે,અમારો વિરોધ છે કોર્ટના નિર્ણય વિરુદ્ધ એપેક્ષની મિટિંગ બોલાવી છે. અમે તેના વિરોધમાં છીએ. આ તદ્દન ખોટું છે. > ડૉ.દર્શન બેંકર, પ્રમુખ પદના ઉમેદવાર, બીસીએ
    Click here to Read More
    Previous Article
    1972 પછી પ્રથમ વખત ચંદ્રની નજીક પહોંચશે મનુષ્યો:10 દિવસમાં ચંદ્રની પરિક્રમા કરીને પાછા ફરશે, આર્ટેમિસ-II મિશન લોન્ચ થયું
    Next Article
    8 કલાકની મુસાફરી હવે 60 મિનિટમાં:8 સીટર વિમાની સેવા શરૂ થશે,4 હજારમાં વડોદરાથી દીવ,પોરબંદર અને ભૂજ જવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment