Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા ચૂંટણી:ભાજપ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયા શરૂ

    2 days ago

    સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. નમો કમલમ્ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મહેશભાઈ મોદી, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા છે. તેઓ દાવેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાય મેળવી રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાતી હોવાથી ભાજપમાં દાવેદારોની મોટી સંખ્યા જોવા મળી રહી છે. નમો કમલમ્ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દાવેદારી નોંધાવવા માટે કાર્યકરોની લાંબી કતારો લાગી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ માટે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક વોર્ડ દીઠ ચાર સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. કુલ 52 સભ્યો ચૂંટણી લડી શકશે. આજે વોર્ડ નંબર 1 થી 7 માટે ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે વોર્ડ નંબર 8 થી 13 માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે, જેના કારણે કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    8 arrested for ‘spreading rumours’ about LPG, petrol shortage; police say they were chasing views online
    Next Article
    લાઠોદ્રા રોડ પરથી MD ડ્રગ્સ ઝડપાયું:19 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 21 વર્ષીય યુવાનની ધરપકડ, ડ્રગ્સ નેટવર્ક શોધવા તપાસ તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment