Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરભાજપ દ્વારા મહાનગર પાલિકા ચૂટણી પ્રક્રિયા શરૂ:ઉમેદવારી ફોર્મ લેવા ભીડ જામી; આવતીકાલે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થશે

    2 days ago

    જામનગર મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્રોના વિતરણ સાથે આશાસ્પદ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે, 1 એપ્રિલ 2026 ના રોજ સવારે 10:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવારી ફોર્મ મેળવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ ભીડ ભાજપમાં ઉમેદવારી માટેના પ્રબળ ઉત્સાહને દર્શાવે છે. પક્ષ દ્વારા આવતીકાલે, 2 એપ્રિલ 2026 ના રોજ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે બે અલગ-અલગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 1 થી 8 માટે સેન્સ પ્રક્રિયા જામનગરના ફ્રેન્ડ્સ હોલ ખાતે યોજાશે, જ્યારે વોર્ડ નંબર 9 થી 16 માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પક્ષ દ્વારા નિર્ધારિત આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગળની રણનીતિ અને ઉમેદવારોના નામ અંગેની ચર્ચાઓ વધુ તેજ બનશે.
    Click here to Read More
    Previous Article
    Rajya Sabha LIVE : Parliament Budget session | CAPF Bill | FCRA Bill | Govt vs opposition | Iran war
    Next Article
    સચિન GIDCમાં આગ:ગોપી નિટિંગ ફેક્ટરીમાં આગથી અફરાતફરી, ફાયરે મેજર કોલ જાહેર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment