Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:નિરીક્ષકોએ કાર્યકર્તાઓના અભિપ્રાય લીધા, નિષ્ઠા-અનુભવને મહત્વ

    2 days ago

    ભારતીય જનતા પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભરૂચ જિલ્લામાં તૈયારીઓ તેજ કરી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે પ્રદેશ સ્તરના નિરીક્ષકો દ્વારા "સેન્સ" લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનાથી જિલ્લા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભરૂચની એક ખાનગી હોટલમાં આ પ્રક્રિયા યોજાઈ હતી, જ્યાં પ્રદેશ નિરીક્ષકોની ટીમે કાર્યકર્તાઓ અને ટિકિટના દાવેદારો સાથે સીધી મુલાકાત કરી તેમના અભિપ્રાય સાંભળ્યા હતા. આ ટીમમાં પૂર્વ પ્રદેશ મંત્રી ડૉ. જીવરાજ ચૌહાણ, ગુજરાત ભાજપના આઈટી સેલ કન્વીનર નિખિલ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય પ્રતિમા પરમારનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની ચૂંટણીઓ માટે ઉમેદવારો નક્કી કરવા હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની આશરે ૧૬ બેઠકો માટે દાવેદારો પાસેથી અરજીઓ અને બાયોડેટા સ્વીકારવામાં આવી રહ્યા છે. દરેક દાવેદારને પોતાની રજૂઆત કરવાની તક આપવામાં આવી રહી છે. પ્રદેશ નિરીક્ષક ડૉ. જીવરાજ ચૌહાણે જણાવ્યું હતું કે ઉમેદવાર પસંદગીમાં પક્ષ પ્રત્યેની નિષ્ઠા, વિચારધારા સાથેનો લગાવ અને સંગઠન પ્રત્યેની સતત કામગીરીને મહત્વ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે લાંબા સમયથી જોડાયેલા કાર્યકર્તાઓ સાથે નવા ચહેરાઓને પણ યોગ્ય તક અપાશે. અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકર્તાઓને ટિકિટ આપવા અંગેનો અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ માહિતી આપી હતી કે આ સેન્સ પ્રક્રિયા ભરૂચ અને અંકલેશ્વર ખાતે બે દિવસ સુધી ચાલશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજરી આપી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાને કારણે ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. ગરમીના માહોલ વચ્ચે પણ જિલ્લા હોદ્દેદારો, ટિકિટના દાવેદારો અને કાર્યકર્તાઓનો ભારે ઉમળકો જોવા મળી રહ્યો છે, જે દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ સંગઠન સંપૂર્ણ રીતે સક્રિય બની ગયું છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ APMC સાત દિવસની રજા બાદ શરૂ:ખેડૂતો જણસી વેચવા ઉમટ્યા, વાહનોની લાંબી કતારો લાગી
    Next Article
    "TikTok, We'Re Back": Mayor Zohran Mamdani Puts New York City Back On App

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment