Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સ પ્રક્રિયામાં ઉમટ્યો ભાજપ કાર્યકરોનો પ્રવાહ:ટિકિટ માટે દાવેદારોમાં જબરદસ્ત ઉત્સાહ, પારદર્શક પસંદગી સાથે યુવાનોને વિશેષ તક મળશે

    6 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા ભાજપે સંગઠનને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. સંજય પરમારના માર્ગદર્શન હેઠળ બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જેનાથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ પ્રક્રિયામાં ટિકિટ માટે દાવેદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વેરાવળ અને ઉના એમ બંને કેન્દ્રો પર સવારે 9 વાગ્યાથી જ ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઇચ્છુક ઉમેદવારો પોતાના બાયોડેટા અને નિયત ફોર્મ સાથે હાજર રહી દાવેદારી નોંધાવી રહ્યા છે. ખાસ કરીને વેરાવળ તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી, જે ભાજપના મજબૂત સંગઠનનો સંકેત આપે છે. આ સેન્સ પ્રક્રિયાને વેરાવળ અને ઉના એમ બે ઝોનમાં વહેંચવામાં આવી છે. પ્રદેશમાંથી 6 નિરીક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ વિવિધ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે. વેરાવળ ખાતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે અલગ-અલગ સમયગાળામાં પ્રક્રિયા ગોઠવવામાં આવી છે. ઉના ખાતે કોડીનાર અને ગીર ગઢડા સહિતના વિસ્તારો માટે પણ આયોજન કરાયું છે. આ વ્યવસ્થિત આયોજન દ્વારા ભાજપે પસંદગીમાં પારદર્શિતા જાળવવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રક્રિયા 2 એપ્રિલે પણ સુત્રાપાડા, તાલાલા અને ઉના વિસ્તારની બેઠકો માટે ચાલુ રહેશે. વેરાવળ ખાતે દુષ્યંત પંડયા, જતીન પટેલ અને રીટાબેન પટેલ જ્યારે ઉના ખાતે પૂનમબેન બરંડા, મહેન્દ્ર પટેલ (દાસ) અને ચંદ્રિકાબેન લીંબાચીયા જેવા પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં આ કાર્ય ચાલી રહ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. સંજય પરમારએ જણાવ્યું કે આ વખતે પાર્ટી યુવા કાર્યકરોને વિશેષ પ્રાધાન્ય આપશે. યુવાનોને રાજકારણમાં આગળ લાવવા ભાજપ પ્રતિબદ્ધ છે. તેમણે તમામ ઇચ્છુક કાર્યકરોને સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા આહવાન કરતા કહ્યું કે, "પાર્ટી માટે કામ કરનાર દરેક કાર્યકરને યોગ્ય તક મળશે."
    Click here to Read More
    Previous Article
    ભાજપમાંથી ચૂંટણી લડવા ભીડ જામી, મનપાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા:સુરત-રાજકોટમાં દાવેદારો આવી પહોંચ્યા, નિરિક્ષકોએ સાંભળવાનું શરૂ કર્યું
    Next Article
    સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘનું વાર્ષિક અધિવેશન:દ્વારકા ખાતે જિલ્લાની ત્રણ શ્રેષ્ઠ શાળાઓના આચાર્યો અને સંચાલકોનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment