Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં દુકાનની માલિકી મામલે વેપારીઓ વચ્ચે ઘર્ષણ:બે ઇજાગ્રસ્ત ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ, સામસામી ફરિયાદો નોંધાઈ

    10 hours ago

    પાટણ શહેરના પીપળા શેર વિસ્તારમાં દુકાનની માલિકી હકને લઈને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ૩૦ માર્ચના રોજ બનેલી આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ મામલે બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ અનિલભાઈ શાંતિલાલ (ઉં.વ. ૬૨, રહે. મલહાર ગ્રીન બંગલો, પાટણ) દ્વારા નોંધાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ૩૦ માર્ચના રોજ સવારે આશરે સવા અગિયાર વાગ્યે તેઓ પોતાની પીપળા શેરી નાકા પાસે આવેલી જ્વેલર્સ દુકાને પહોંચ્યા હતા. ત્યાં પરીખ હેમંતભાઈ અશોકભાઈ અને રવિભાઈ ખમાર હાજર હતા. દુકાન અંગે બોલાચાલી થતાં બંને વ્યક્તિઓએ તેમને ગાળો ભાંડી ગડદા-પાટુનો માર માર્યો હતો. અનિલભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી. તેમના પુત્ર અમિતભાઈએ તેમને બચાવ્યા હતા. આરોપીઓએ જતા પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અનિલભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે હેમંતભાઈ પરીખ અને રવિભાઈ ખમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામે પક્ષે, હેમંતભાઈ અશોકકુમાર નંદલાલ દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ૩૦ માર્ચના રોજ સવારે આશરે સવા અગિયાર વાગ્યે તેઓ પોતાની દુકાન ખાતે હાજર હતા. તે દરમિયાન સોની અનિલભાઈ શાંતિલાલ, સોની અમિતભાઈ અનિલભાઈ, સોની મયુરભાઈ અને સોની નિકુંજકુમાર (જય શ્રી કૃષ્ણ જ્વેલર્સ) દુકાન પર આવ્યા હતા. આ લોકોએ દુકાન પોતાની હોવાનો દાવો કરી હેમંતભાઈ સાથે બોલાચાલી કરી હતી. વિવાદ ઉગ્ર બનતા આરોપીઓએ હેમંતભાઈને ગાળો બોલી ગડદા-પાટુનો માર મારી દુકાનમાંથી બહાર કાઢી મૂક્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં હેમંતભાઈને ડાબા ખભા તથા કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમને પાટણ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ધારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. આ બનાવ અંગે પાટણ પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આજથી વસ્તી ગણતરી, લિવ-ઇન કપલને પરિણીત ગણવામાં આવશે:ગણતરી કરવા આવે તો આવક, બેન્કની માહિતી કે કોઈપણ આઈડીની વિગતો આપવી નહીં, કોઈ OTP પૂછે તો સમજી લેવું ફ્રોડ છે
    Next Article
    Rajasthan Board RBSE Class 12th Result 2026 LIVE: BSER Science, Arts, Commerce results out

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment