Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ્રતિબંધ:બેચરાજીમાં મેળાની ભડી વચ્ચે બજારમાં પશુઓ લઈને નીકળતા બે પશુપાલકો સામે ફરિયાદ

    6 days ago

    યાત્રાધામ બહુચરાજીમાં આગામી 31 માર્ચથી 2 એપ્રિલ 2026 દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમના મેળાને લઈને વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. મેળામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ બેચરાજી પોલીસે બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેર રસ્તા પર ઢોર લઈ નીકળતા બે પશુપાલકો સામે ફરિયાદ આ ઘટનાની વિગત એવી છે કે આજે સવારે દસ વાગ્યાના સુમારે બહુચરાજી શક્તિ સર્કલ પાસે પોલીસ કર્મચારીઓ ફરજ પર હતા. આ દરમિયાન બે શખ્સો પોતાના ઢોર સાથે જાહેર માર્ગ પરથી પસાર થતા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ શખ્સો બેચર પરા વિસ્તારના રહેવાસી 58 વર્ષીય ચેલાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ અને 44 વર્ષીય દિનાભાઈ મોહનભાઈ ભરવાડ છે. જાહેરનામાની જાણ હોવા છતાં તેનું ઉલ્લંઘન કરી જાહેર માર્ગ પર ઢોર લાવવા બદલ પોલીસે બંને વિરુદ્ધ ધી ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરવાની કાર્યવાહી પૂર્ણ કરી ઢોરને તેમના સંબંધીઓને પરત સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મેળા દરમિયાન દર્શનાર્થીઓને કોઈ અડચણ ન પડે તે માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ડ્રેનેજ લાઈનમાં ભંગાણથી રોડ પર પાણીની રેલમછેલ:મેટ્રોની કામગીરીમાં બેદરકારીથી વરાછામાં લાખો લિટર પાણીનો વેડફાટ
    Next Article
    Karnataka may allot land to construct new high court complex

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment