Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં કૃષ્ણ-રુક્મિણીની વૈવાહિક શોભાયાત્રા નીકળી:માધવપુર મેળા બાદ ભક્તિમય માહોલમાં સ્વાગત; દ્વારકામાં યોજાશે સત્કાર સમારોહ

    11 hours ago

    પોરબંદરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણીની પ્રતિકાત્મક વૈવાહિક શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માધવપુરના મેળામાં વિવાહોત્સવ સંપન્ન થયા બાદ, દ્વારકા ખાતે યોજાનાર સત્કાર સમારોહ પૂર્વે આ શોભાયાત્રા પોરબંદર પહોંચી હતી. પોરબંદર નગરપાલિકા દ્વારા આયોજિત આ યાત્રામાં શહેરના રાજમાર્ગો ભક્તિમય બન્યા હતા. આ શોભાયાત્રાનો પ્રારંભ વીરભાનુની ખાંભીથી થયો હતો. તે કમલાબાગ, હાર્મની ફુવારો, સુદામા ચોક અને લીમડા ચોક જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને બોખીરા બસ સ્ટેન્ડ સુધી પહોંચી હતી. સુશોભિત રથમાં બિરાજમાન ભગવાન અને દેવીના પ્રતિકાત્મક સ્વરૂપોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો રસ્તા પર ઉમટી પડ્યા હતા. માર્ગો પર ફૂલોની વર્ષા, ઢોલ-શરણાઈના સૂર અને પરંપરાગત રાસની રમઝટ જોવા મળી હતી. સુદામા ચોક ખાતે જિલ્લા કલેક્ટર એચ.ડી. ધાનાણી, મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી સહિતના અધિકારીઓએ પ્રતિકાત્મક ભગવાનનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રામાં કલેક્ટર એચ.ડી. ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રાસમાં જોડાઈને લોકઉલ્લાસમાં સહભાગી થયા હતા. શહેરના વિવિધ સંગઠનો દ્વારા પણ શિસ્તબદ્ધ અને ભક્તિમય માહોલમાં શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન તિવારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, મામલતદાર બી.વી. ચંચાણીયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. આ કાર્યક્રમ ભક્તિ અને સાંસ્કૃતિક વારસાના સમન્વય સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન:આવતીકાલે ભાજપના નિરીક્ષકો વડોદરામાં દાવેદારોને સંભાળશે
    Next Article
    Botad Crime News | ગઢડામાં લુખ્ખાઓએ 1 યુવકને માર્યો ઢોર માર | Viral Video | Clash | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment