Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે પેટ્રોલ છાંટી રિક્ષા સળગાવી:રાયખડમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં પાડોશી યુવકે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    2 days ago

    શહેરના રાયખડ વિસ્તારમાં એક યુવકે પેટ્રોલ છાંટી રિક્ષા સળગાવી દીધી હોવાની ઘટના સામે આવી હતી. પ્રેમ પ્રકરણ બાબતે ટોકતા યુવકે અદાવત રાખીને રિક્ષા સળગાવી હતી. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સવારે 4 વાગ્યે રિક્ષામાં આગ લાગી હતી રાયખડ રહેતા પ્રદીપભાઈ ચૌધરી રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. રોજની જેમ તેઓ રિક્ષા ઘરની બહાર પાર્ક કરીને સૂઈ ગયા હતા. સવારના 4 વાગ્યાની આસપાસ પ્રદીપભાઈને તેમના ભાઈએ આવીને રિક્ષામાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું. પ્રદીપભાઈ જ્યાર ગયા ત્યારે આસપાસના લોકોએ પાણી નાખીને આગ બુઝાવી દીધી હતી. આગ લાગવાના કારણ રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. સીસીટીવીના આધારે પાડોશી યુવક સામે ફરિયાદ આગનું કારણ જાણવા સીસીટીવી તપાસ્યા ત્યારે પડોશમાં રહેતા મિલન કહાર નામના યુવકે પેટ્રોલ નાખીને આગ લગાવી હોવાનું દેખાતું હતું. જેથી પ્રદીપભાઈએ મિલન વિરુદ્ધમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રેમ પ્રકરણમાં પ્રદીપભાઈએ મિલનને ટોક્યો હતો જેની અદાવત રાખીને મિલને આગ લગાવી હોવાનું સામે આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Money starts flowing again: 5 states get Rs 1,561 crore as Centre reboots Jal Jeevan Mission
    Next Article
    ગુજરાતમાં ફરી માવઠાની આફત:2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે; ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment