Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની કેનાલમાં નાહીને પ્રદૂષિત કરવાનું કૃત્ય:લોકો સ્નાન કરી પીવાના પાણીને દૂષિત કરનારા સામે કાર્યવાહીની માગ

    4 days ago

    પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી કેનાલમાં લોકો સ્નાન કરીને પાણીને પ્રદૂષિત કરી રહ્યા છે. આ ગંભીર સમસ્યાને કારણે આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે. પદ્મનાભ ચાર રસ્તાથી ફિલ્ટર પ્લાન્ટ સુધીના પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી આ કેનાલમાં દિન-પ્રતિદિન લોકો નાહવા પડે છે. આસપાસ રહેતા લોકો સાબુ અને શેમ્પૂ જેવા રસાયણયુક્ત પદાર્થોનો ઉપયોગ સ્નાન કરવા અને કપડાં ધોવા માટે કરે છે, જેના કારણે પીવાનું પાણી રસાયણોથી દૂષિત થાય છે. આ ફિલ્ટર પ્લાન્ટ પરથી જ શહેરની સમગ્ર જનતાને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. કેનાલનું પાણી પ્રદૂષિત થવાથી શહેરીજનોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. આ સમસ્યા અંગે પાટણ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ઉનાળામાં લોકો વધુ સંખ્યામાં નાહવા આવતા પાણી વધુ દૂષિત થાય છે. લોકોની માંગ છે કે આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને દાખલો બેસાડવામાં આવે, જેથી પાટણની પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે.
    Click here to Read More
    Previous Article
    ગૃહ ઉદ્યોગની જેમ ઘરમાં જ દેશી દારૂનું પેકિંગ, VIDEO:અમદાવાદમાં બે બુટલેગર અને બે મહિલાઓએ ઢગલાબંધ દારૂની પોટલીઓ ભરી, પોલીસ કહ્યું- ગુનો નોંધ્યો છે
    Next Article
    Dwarka Farmers Protest | ખંભાળિયામાં શુદ્ધ પાણીના વિતરણને લઈ કોંગ્રેસનો વિરોધ | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment