Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મહાવીર જયંતીની આસ્થાભેર ઉજવણી:ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ; શોભાયાત્રામાં જૈન સમાજ ઉમટ્યો

    12 hours ago

    મોરબીમાં મહાવીર જયંતિ નિમિત્તે સમસ્ત જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરબાર પાસે આવેલા દેરાસર ખાતેથી શરૂ થઈ હતી. ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને બિરાજમાન કરીને શોભાયાત્રા મોરબીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના 2624મા જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં 14 સ્વપ્ન રત્ન, જૈન બેન્ડ ગ્રુપ, પ્રભુ મહાવીર સ્વામીની મોટી છબી અને બગીઓ-ફ્લોટ પણ શામેલ હતા. દરેક જૈન સંઘ, મંડળો, સ્વયંસેવકો તથા વિશાળ સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ આ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા દરબારગઢ દેરાસરજીથી ગ્રીન ચોક, નેહરુગેટ, સાવસર પ્લોટ, વસંત પ્લોટ થઈને બોયઝ હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી. બોયઝ હાઈસ્કૂલ ખાતે શોભાયાત્રા ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. શોભાયાત્રાના રૂટમાં જૈન સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા સરબત, છાશ, ઠંડા પાણી અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગચ્છાધિપતિ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામીએ "મારા મનના મહાવીર, મારા મન માં મહાવીર" વિષય પર મંગલ પ્રવચન આપ્યું હતું, જેનો મોરબીના તમામ જૈન ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં રીક્ષામાંથી ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યૂ:વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટીમે સાપને સુરક્ષિત પકડ્યો
    Next Article
    Rain LIVE | ગુજરાત સહિત દેશભરમાં માવઠાનો માર | Unseasonal Rain Update | Weather Forecast | Farmers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment