Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવની રાજસ્થાન માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી:ઓવરટને ધોનીનો રેકોર્ડ તોડ્યો, રોયલ્સની સૌથી મોટી જીત; રેકોર્ડ્સ

    2 days ago

    15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રોયલ્સ માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી ટીમને જીત અપાવી. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રાજસ્થાને ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. સોમવારે ચેન્નઈ 19.4 ઓવરમાં 127 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. તેના જવાબમાં રાજસ્થાને 12.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય પુરુ કરી લીધું. આ રાજસ્થાન રોયલ્સની સૌથી મોટી જીત રહી. RR Vs CSK ચોથી મેચના ટોપ રેકોર્ડ્સ… રાજસ્થાનની સૌથી મોટી જીત રાજસ્થાને 47 બોલ બાકી રહેતા પોતાના IPL ઇતિહાસનો સૌથી મોટો રનચેઝ કર્યો. આ પહેલા 2014માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 42 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે સૌથી વધુ 21 મેચ જીતી છે. ત્યારબાદ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ 16-16 જીત સાથે બીજા નંબર પર છે. 2020 પછી રાજસ્થાને ચેન્નઈ સામેની છેલ્લી 11 મેચોમાંથી 9માં જીત મેળવી છે. વૈભવની રાજસ્થાન માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી વૈભવ સૂર્યવંશીએ 15 બોલમાં ફિફ્ટી ફટકારીને રાજસ્થાન માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી લગાવી દીધી. ટોપ પર યશસ્વી જયસ્વાલ છે, જેમણે 2023માં કોલકાતા સામે માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ઓવરટને ધોનીનો રેકોર્ડ તોડ્યો જેમી ઓવરટને 43 રનની ઇનિંગ રમીને CSK માટે નંબર-8 કે તેથી નીચે બેટિંગ કરતા સૌથી મોટો સ્કોર બનાવ્યો. આ પહેલા આ રેકોર્ડ એમએસ ધોનીના નામે હતો, જેમણે 2024માં વિશાખાપટ્ટનમમાં દિલ્હી સામે અણનમ 37 રન બનાવ્યા હતા. કંબોજ-ઓવરટનની રેકોર્ડ ભાગીદારી અંશુલ કંબોજ અને જેમી ઓવરટને 10મી વિકેટ માટે 33 રન જોડીને CSKની સૌથી મોટી છેલ્લી વિકેટની ભાગીદારી બનાવી. આ પહેલા આ રેકોર્ડ 26 રનનો હતો, જે એમએસ ધોની અને મોહિત શર્માના નામે 2013માં નોંધાયેલો હતો. ઓવરઓલ IPLમાં 10મી વિકેટ માટે આ ત્રીજી સૌથી મોટી ભાગીદારી રહી. પ્રથમ સ્થાને શિખર ધવન અને મોહિત રાઠી છે. બંનેએ પંજાબ માટે રમતા હૈદરાબાદ સામે અણનમ 55 રન કર્યા હતા. 5 વર્ષ પછી સંજુ પ્રથમ મેચમાં ફિફ્ટીથી ચૂક્યો સંજુ સેમસન 2020 પછી પ્રથમ વખત કોઈ સિઝનની પ્રથમ મેચમાં 50+ સ્કોર બનાવી શક્યો નહીં. 2021માં તેણે સદી ફટકારી હતી. 2022, 2023, 2024, 2025માં સંજુએ પચાસથી વધુ રન બનાવ્યા હતા. પહેલીવાર ધોની-રૈના વિના ઉતરી ચેન્નઈ ચેન્નઈ સુપર કિંગ્સના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું, જ્યારે ટીમ મેદાન પર ઉતરી અને પ્લેઇંગ ઇલેવનમાં ન તો એમ એસ ધોની હતા અને ન તો સુરેશ રૈના. અત્યાર સુધી ચેન્નઈની 277 મેચો (253 IPL + 24 ચેમ્પિયન્સ લીગ (CLT20) માં હંમેશા આ બંનેમાંથી ઓછામાં ઓછો એક ખેલાડી ટીમનો ભાગ રહ્યો હતો. રૈના 2022 માં નિવૃત્ત થઈ ચૂક્યો છે, જ્યારે ધોની ઈજાના કારણે આ સિઝનની શરૂઆતની મેચો રમી રહ્યો નથી. -------------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… વૈભવનો પહેલા બોલ પર કેચ છૂટ્યો: સિક્સ લગાવીને ફિફ્ટી પૂરી કરી, જાડેજાએ દુબેને આઉટ કરીને ગન સેલિબ્રેશન કર્યું; મોમેન્ટ્સ રાજસ્થાન રોયલ્સે જીત સાથે IPL 2026ની શરૂઆત કરી. ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવી દીધું. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં ચેન્નઈ 19.4 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. રાજસ્થાને 12.1 ઓવરમાં 2 જ વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો.
    Click here to Read More
    Previous Article
    What to Know About California’s Executive Order on AI
    Next Article
    થોડીવારમાં PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે:મુખ્યમંત્રી અને રાજ્યપાલ આવકારવા માટે પહોંચ્યા, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 19 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment