Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન:કાર્યકર્તાના ઘરે બેઠક દરમિયાન જ તબિયત લથડી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે એક નિષ્ઠાવાન અને સક્રિય નેતા ગુમાવ્યા

    8 hours ago

    મોરબી જિલ્લા રાજકારણના એક અનુભવી અને સક્રિય ચહેરા એવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું આજે 30 માર્ચે હાર્ટ એટેકના તીવ્ર હુમલાને કારણે નિધન થયું છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પક્ષના કાર્યકર્તાના ઘરે બેઠક દરમિયાન જ તેમની તબિયત લથડી હતી. કાર્યકર્તાના ઘરે બેઠક દરમિયાન આવ્યો હાર્ટ એટેક ઘટનાની વિગત મુજબ, કિશોરભાઈ ચીખલીયા આજે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-3ના મહેન્દ્રનગર ગામે એક કાર્યકર્તાના ઘરે બેઠક માટે ગયા હતા. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવા માટે ચર્ચાઓ ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક તેમને હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવ્યો હતો. તેમને તાત્કાલિક સામાકાંઠા વિસ્તારની સમર્પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોની તમામ કોશિશ છતાં સારવાર કારગત ન નીવડી અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા મોરબી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને સગા-સંબંધીઓની મોટી ભીડ ઉમટી પડી હતી. કિશોરભાઈ ચીખલીયાની રાજકીય સફર કિશોરભાઈ ચીખલીયાનો રાજકીય ઈતિહાસ ઘણો લાંબો અને પ્રભાવશાળી રહ્યો છે. તેમણે પાયાના સ્તરેથી પક્ષમાં કામ કર્યું હતું પક્ષમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ કિશોરભાઈના નિધનથી કોંગ્રેસ પરિવારે એક નિષ્ઠાવાન અને સક્રિય નેતા ગુમાવ્યા છે. તેઓ સતત લોકોની વચ્ચે રહીને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો કરતા હતા. ખાસ કરીને આગામી ચૂંટણીઓમાં પક્ષને મજબૂત કરવા તેઓ રાત-દિવસ કાર્યરત હતા, ત્યારે તેમના અચાનક જવાથી સમગ્ર જિલ્લામાં અને રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે.
    Click here to Read More
    Previous Article
    ‘निर्वस्त्र कर पूजा में बैठाया, तंत्र‑मंत्र के नाम पर अमानवीय व्यवहार’- बहु के ससुराल पक्ष पर आरोप 
    Next Article
    Oil Refinery Hit In Israel's Haifa: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment